તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Wednesday, 7th May 2025
ભુજ એરપોર્ટ ઉપર આવતી મુંબઈની ૨, અમદાવાદ અને દિલ્હીની ૧-૧ એમ કુલ ૪ ફલાઈટો રદ્દ
સુરક્ષાના હેતુથી ભુજ એરપોર્ટ બંધ કરાયું

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૭: સુરક્ષાના હેતુથી ભુજ એરપોર્ટ બંધ કરાયું છે.પ્રાથમિક મળતી વિગતો અનુસાર આજ સવારથી જ ભુજ એરપોર્ટ ઉપર વિમાનોનું આવાગમન બંધ કરાયું છે. બીજી સૂચના ન મળે ત્યાં સુધી ભુજ એરપોર્ટ ઉપર આજે આવતી મુંબઈની ૨, અમદાવાદ અને દિલ્હીની ૧-૧ એમ કુલ ૪ ફ્લાઈટો રદ્દ કરાઈ હોવાનું ભુજ એરપોર્ટ ઓથોરિટીના સદસ્ય મહેન્દ્રભાઈ જોશીએ જણાવ્યું છે. સરહદી જિલ્લા કચ્છમાં ભુજ અને નલિયા બંને સ્થળોએ એરફોર્સના એરબેઝ આવેલા છે. (૩પ.૧૧)
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
