<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

પૂ.રમેશભાઇ ઓઝાના સન્‍માન સમારોહ માટે જુનાગઢમાં રાજગોર બ્રાહ્મણ સમાજની મિટીંગ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૭: ક્રાંતિકારી સંત શ્રી મુક્‍તાનંદજી બાપુના આશીર્વાદ અને પ્રેરણાથી અને હરિ ૐ વળદ્ધાશ્રમ જેતપુરના શિલ્‍પી સ્‍થાપક શ્રી જોષી બાપાની પ્રેમ ભાવ લાગણી થી સન્‍માનીય પૂજ્‍ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના આ દિવ્‍ય ભવ્‍ય કાર્યકમ ‘ઋણ સ્‍વીકાર સન્‍માન સમારોહ' નું આયોજન કરવામાં આવ્‍યું છે સમારંભના અધ્‍યક્ષ શ્રી મુક્‍તાનંદજીબાપુની ઉપસ્‍થિતિમાં દિવ્‍ય તેજોમય કાર્યકમ હરિ ૐ વળદ્ધાશ્રમ નેશનલ હાઈવે જેતપુર ખાતે તા.૧૦ /૫ /૨૦૨ર્૫ં ને શનિવારના રોજ સાંજે ૪ કલાકે યોજાવા જઈ રહ્યો છે   તેમાં જૂનાગઢ રાજગોર સમાજ ના જ્ઞાતિ અગ્રણીઓની મિટિંગ રાખવામા આવી હતી અને જુનાગઢના જ્ઞાતિ ભાઈ આ કાર્યકમ મા રસોડા વિભાગ સંભાળીને સેવા આપશે.(૨૩.૪)

(9:58 AM IST)