News of Wednesday, 7th May 2025
મહુવામાં ૭ ઇંચ વરસાદથી સર્વત્ર પાણી-પાણીઃ અનેક વૃક્ષો પડયા
ભાવનગર જીલ્લામાં કયાંક હળવો તો કયાંક ભારે વરસાદ પડતા ભારે નુકશાન

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. ૭: ગોહિલવાડ પંથકમાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ શરૂ રહ્યો છે. ખાસ કરી મહુવા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે સાત જ કલાકમાં સાત ઇંચ વરસાદ અને વરસાદ ભારેપવનના લીધે શહેરના અનેક રસ્તાઓ પર ઝાડ પડેલ તેમજ ર્હોડિંગ્સ પતરા ઉડ્યા હતા. શહેરના રોડ રસ્તાઓ ઉપર ઢીંચણ સમા પાણી ભરાયા હતા. ભારે પવન સાથે વરસાદ વરસતા વીજળી ગુલ થતાં અંધાર પટ છવાયો હતો. મહુવામાં વીજળી ગુલ થતાં અંધાર પટ છવાયો હતો. મહુવામાં અનેક જગ્યાએ ઝાડ પડવાના કારણે વાયર તુટતા અને લાઈનોને નુકસાન થતા પીજીવીસીએલ ની ટીમ દ્વારા તમામ ફીડરોને ચેક કરી સ્ટેપ બાય સ્ટેપ વીજ પુરવઠો શરૂ કરવા કામગીરી હાથ ધરાશે મહુવા શહેર વિસ્તારમાં ત્રાટકેલા વાવાઝોડા તેમજ માવઠાના કારણે પીજીવીસીએલની લાઈનોને નુકસાન થયેલ છે. મહુવા શહેર તેમજ સમગ્ર તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસતા ખેતરોમાં પડેલ તૈયાર માલ ડુંગળીના રોપ કેરી સહિત અનેક પાકને નુકસાન થવા પામેલ છે. ખેડૂતોને ડુંગળીના ભાવમાં ઘટાડો થતા નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો. સાથે કુદરતી પ્રકોપથી વધુ નુકશાની ભોગવવાનો વારો આવશે.
પાલિતાણા પંથકમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઘેટી રોડ પર આવેલ હારુનભાઈ જેઠવાની વાડીમાં આવેલ વિશાળ વડ વળક્ષ ધરાશાયી થયેલ હતું જેની નીચે બાંધવામાં આવેલ ભેંસો પૈકી બે ભેંસના મોત થયેલ છે. બીલાથી પસાર થતી માલણ નદીમાં ઘોડાપૂર આવ્યા હતા અને તાતણીયા ની નદી બંને કાંઠે ચાલુ થઈ ગઈ હતી.
ગારિયાધાર તાલુકાના વેળાવદર, વીરડી વગેરે ગામડાના વિસ્તારમાં આજે તોફાની પવનો સાથે વરસાદ શરૂ થયો હતો.વેળાવદરમા દોઢ ઈંચ જેટલો કમોસમી વરસાદ ખાબકતાં ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. બાજરી, તલ, મગફળી અને ડુંગળી જેવા પાકોને લાખોની નુકશાની થતાં સૌ ચિંતામાં મુકાયા હતા.આ વરસાદથી નુકસાન થનાર પાકોની વળતર માટે સરકારે ત્વરિત પગલાં લેવા જોઈએ. સિહોર શહેર ઉપરાંત તાલુકાના સણોસરા, રામધરી, આંબલા, કળષ્ણપરા,અમરગઢ,સણોસરા, ટાણા, ધ્રુપકા, ભડલી, દેવગાણા, અગિયાળી સહિતના ગામોમાં અડધાથી દોઢ ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો. વાઝડીને કારણે કેટલાક વળક્ષો ધરાશાયી થઇ ગયા હતા.તો ગ્રામ્ય પંથકમાં વીજળી ગુલ થઇ જવા પામી હતી. ઉનાળો આવતા બજારમાં કેરીનું આગમન થતું હોય છે. આખું વરસ આંબાની કેરીનું આગમન થતું હોય છે. આખું વરસ આંબાની માવજત કર્યા પછી એકાદ બે માસ કેરીની સીઝન આવતી હોય છે.
ગારિયાધારના ગામડામાં કરા વર્ષા, ડમરાળાનૂં તળાવ ભરાયું
ગારિયાધાર શહેર તેમજ પંથકમાં ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારબાદ ગરમીના અસહ્ય બફારો થતો હતો. ગારિયાધાર શહેરમાં ધોધમાર વરસાદથી રોડ પર પાણી ફરી વળ્યા હતા. તેમજ પંચકના ગામડા ડમરાળા, રૂપાવટી, પાલડી, ગણેશગઢ અનેક ગામોમાં કરા સાથે ધોધમાર વરસાદ થયો હતો.તેમજ ડમરાળા ગામનું તળાવ ધોધમાર વરસાદથી તળાવ ભરાઈ ગયું હતું. ઢસામાં જોરદાર એકધારો વરસાદ ત્રણથી સાડા ત્રણ ઈચ જેટલો જોરદાર પવનના સુસવાટા સાથે કરા પડ્યા હતા. આજે બુધવારે સવારથી જ ભાવનગર શહેરમાં પવન સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. શહેર ઉપરાંત ગ્રામ્ય પંથક માં પણ વરસાદ શરૂ હોવાના અહેવાલો ઙ્કાપ્ત થઈ રહ્યા છે.
આજે સવારે ૬ વાગ્યે પૂરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન વલભીપુરમાં ૫, ઉમરાળામાં ૧૧ ,ભાવનગરમાં ૭, ઘોઘામાં ૬, શિહોરમાં ૧૮, ગારીયાધાર ૭, પાલીતાણા ૧૪, તળાજામાં ૯, મહુવા ૧૭૦ અને જેસરમાં ૨૧ મી.મી. વરસાદ નોંધાયો છે.
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
