<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

પોરબંદરની તેજસ્‍વી વિદ્યાર્થીની આરતીને મનસુખભાઇએ ટેલીફોનિક શુભેચ્‍છા પાઠવી

ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહમાં ૮૭,૪પ ટકા સાથેની ઝળહળતી સિધ્‍ધિઃ ભાજપ આગેવાનોએ રૂબરૂ જઇને શુભેચ્‍છા પાઠવી : મનસુખભાઇ માંડવિયાએ ટેલીફોનની વાતચીતમાં આગળ શું કરવું છે? તેવો સવાલ કરતા આરતીએ જવાબમાં ડોકટર બનવાની ઇચ્‍છા દર્શાવી.

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૭: ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૮૭.૫૪% મેળવી ને સિદ્ધિ મેળવનાર રતનપરની આરતી ભીમાભાઇ ઓડેદરાને  સાંસદ ડો. મનસુખભાઈ માંડવીયા એ ટેલિફોનિક શુભેચ્‍છા પાઠવી હતી. ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો એ આરતીના ઘરે જઇને રૂબરૂ જઈ બિરદાવી હતી.

રતનપરના રહેવાસી આરતી ભીમભાઇ ઓડેદરા ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહ (સ્‍કીમ-બી) માં ૮૭.૫૪% સાથે ઝળહળતી સિદ્ધિ મેળવીને પોરબંદર જિલ્લા નું ગૌરવ વધારતા તેઓને  પોરબંદરના સાંસદશ્રી ડો. મનસુખભાઇ માંડવિયાએ ટેલિફોનિક શુભેચ્‍છાઓ પાઠવી હતી.

ઁઆરતીને સાંસદશ્રી એ શુભેચ્‍છા આપી ને પૂછેલ કે આગળ શું કરવું છે ત્‍યારે યુવતી એ ડોક્‍ટર બનવાની ઈચ્‍છા વ્‍યક્‍ત કરી હતી. સાંસદશ્રી એ યુવતી ને આ સ્‍વપ્‍ન સાકાર કરવા અને શુભકામનાઓ આપી ને તેમના માતા-પિતા ને પણ અભિનંદન આપ્‍યા હતા.

ભારતીય જનતા પાર્ટી ના પોરબંદર જિલ્લા મહામંત્રી અશોકભાઈ મોઢા, પોરબંદર શહેર પ્રમુખ સાગરભાઇ મોદી, શહેર મહામંત્રી નિલેશભાઈ બાપોદરા, રતનપર ભાજપ અગ્રણી રાજસીભાઈ ઓડેદરા,  જિલ્લા ભાજપ અગ્રણી સુરેશ સિકોત્રા, જિલ્લા સોશિયલ મીડિયા સહ કન્‍વીનર હિત જોશી વગેરે એ આરતીબેન ભીમભાઇ ઓડેદરાની રૂબરૂ મુલાકાત લઇ ને શુભેચ્‍છાઓ પાઠવી હતી.

(1:36 PM IST)