<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

બાબરામાં સ્‍ટીલની કંપનીના માલિક પાસેથી સવા ત્રણ કરોડ મેળવી માલ ન મોકલી ઠગાઈ

કોઇમ્‍બતુર, (તામિલનાડુ)ની બુરહાની સ્‍ક્રેપ નામની પેઢીના ચાર શખ્‍સો સામે ફરિયાદ

( અરવિંદ નિર્મળ દ્વારા )  અમરેલી, તા.૭:  બાબરાના ચમારડી જાપે રામજી મંદિર પાસે રહેતા અને રાજકોટ ભાવનગર હાઈવે રોડ ઉપર જીઆઇડીસી એક પ્‍લોટ નંબર ૨ માં ન્‍યુ અલી મદીના સ્‍ટીલ પ્રાઇવેટ લિમિટેડ કંપની ચલાવતા સમીરભાઈ સતારભાઈ સૈયદ તથા  તેમના બે મોટાભાઈ સાથે કોઇમ્‍બતુર, તામિલનાડુ રાજ્‍યમાં બુરહાની સ્‍ક્રેપ નામની પેઢી ના માલિક તથા વહીવટ કરતા  જુજર અલી ફઝલ હુસેન સુતરવાલા, ઇન્‍દ્રિષ્ઠ ઝુજર અલી સુતરવાલા, મોઈઝ શબીરભાઈ સુતરવાલા તથા સબીર ફઝલ હુસેન સુતરવાલા નામના શખ્‍સો સાથે વિશ્વાસ મૂકી ગ્રાહકો પાસેથી છેલ્લા પાંચ વર્ષમાં એડવાન્‍સ પેમેન્‍ટ લઈ સ્‍ક્રેપ નો માલ મંગાવી વહીવટ કરતા હોય અને અલગ અલગ સમયે સ્‍ક્રેપ નો માલ માટે આંગડિયા પેઢી તથા બેંક એકાઉન્‍ટ મારફત કુલ ૩.૦૮.૭૨૫૪૨ મોકલેલ હોય અને આ રૂપિયાનો માલ નહીં મોકલી મોબાઈલ ઉપર જીવતા નહીં રહેવા દેવાની ધમકી આપી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ બાબરા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

 ધારીના ત્રંબક પુર ની પરણીતાને મરી જવા મજબૂર કર્યાની ફરિયાદ

 ધારીના ત્રંબકપૂર માં રહેતી અને અમરેલીના ચાપાથળની પરણીતા કાળુ હાદાભાઈ વાળાની પુત્રી નયનાબેન ઉપર તેના પતિ મુકેશ છેલ્લા બે વર્ષથી અવારનવાર શારીરિક તથા માનસિક ત્રાસ આપતો હોય આપઘાત કરવા દુષ્‍પ્રેરણ કરતા ઘંઉ માં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લઈ સારવાર દરમિયાન મોત નીપજતા મરી જવા મજબૂર કર્યા ની ફરિયાદ કાળુ સાદા ભાઈ દ્વારા પોલીસમાં નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી

(1:36 PM IST)