તા. ૧૭ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૩ બુધવાર
News of Wednesday, 7th May 2025
યુએસએ યુનિવર્સિટી દ્વારા જુનાગઢના બિલ્ડર નિલેશભાઇ ધુલેશીયાને માનદ ડોકટરેટ ડિગ્રીથી સન્માનીત કરાયા
નોબલ યુનિવર્સિટી અને એકલવ્ય ગ્રુપ ઓફ સ્કુલ્સના પ્રમુખની સિધ્ધી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૭: જૂનાગઢના વ્યક્તિવિશેષ અને નોબલ યુનિવર્સિટી તથા એકલવ્ય ગ્રુપ ઓફ સ્કુલ્સ, જૂનાગઢના પ્રમુખ નિલેશભાઈ ધુલેશિયાને CEDARBROOK યુનિવર્સિટી, યુએસએ દ્વારા શિક્ષણ ક્ષેત્રે માનદ ડોક્ટરેટ ડિગ્રી (Ph.D.) થી સન્માનિત કરવામાં આવ્યા છે.
આ પુરસ્કાર નવી દિલ્હી સ્થિત રેડિસન બ્લૂ હોટલમાં યોજાયો હતો. જેમાં માનનીય મહેમાનો, શિક્ષણ ક્ષેત્રના આગેવાનો, આ સમારંભ ડો.તરુણ બજાજ, ડાયરેક્ટર BEDF, શ્રી તીરથસિંહ રાવત, પૂર્વ મુખ્યમંત્રીશ્રી, ઉતરાખંડ, એડવોકેટ શેટ્ટી ઉદયકુમાર સાગર, સુપ્રીમ કોર્ટ ઓનરરી કાઉન્સેલ, તેલંગાણા, ડો. સ્વર્ણલતા પંચાલ, ડાયરેક્ટર, ઈન્ટરનેશનલ અફેર્સ, ડો. મિતાલી જયસ્વાલ, Founder of Life Sutra and Sucide Psycologist, Delhi, જગતાચાર્ય બ્રહ્મર્ષિ ડો.ગૌરીશંકરજી મહારાજની ઉપસ્થિત રહ્યા હતા.
CEDARBROOK યુનિવર્સિટી, જે યુનાઈટેડ સ્ટેટ્સમાં ૯૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ સાથેનું સૌથી મોટું અને વૈવિધ્યસભર સંસ્થાઓમાંનું એક છે તથા ૧૮૦ દેશોમાં ફેલાયેલા વધુ ૩૦,૦૦૦ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ પ્રદાન કરે છે, એ યુનિવર્સિટીએ મને મારા શૈક્ષણિક નેતળત્વ, સામાજિક પ્રતિબદ્ધતા અને રાષ્ટ્રીય નિર્માણના ભાવનાત્મક સમર્પણ માટે આ માન્યતા આપી છે.
તેઓએ પોતાના જીવનના ૩૪ વર્ષથી વધુ સમયને ગુજરાતના શિક્ષણ, આરોગ્ય અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર માટે સમર્પિત કર્યા છે. તેમની યાત્રા, જે ગ્રામ્ય ઉત્થાન અને મૂલ્યઆધારિત શિક્ષણમાં ઊંડે વેરાયેલા મૂલ્યો સાથે સંકળાયેલી છે, તે નોબલ યુનિવર્સિટીની સ્થાપનાની પળષ્ઠભૂમિ બની છે, જે આજે સૌરાષ્ટ્રમાં મુલ્ય આધારીત શિક્ષણની દીવાદાંડી બની છે.
CEDARBROOK યુનિવર્સિટી દ્વારા મળેલી આ માન્યતા માત્ર વ્યક્તિગત સન્માન નથી, પણ જૂનાગઢના લોકો અને સમગ્ર નોબલ પરિવાર માટે ગૌરવની ક્ષણ છે, જે ભારતીય મૂળના નેતળત્વ અને શૈક્ષણિક સુધારાઓના વૈશ્વિક સ્વીકારને પ્રતીક રૂપે દર્શાવે છે.
જુનાગઢમાં નિલેશભાઇ ધુલેશીયાને માનદ ડોકટરે ડિગ્રીથી સન્માનીત થતા આ અંગે વિસ્તૃત માહિતી આપવા હોટલ રૈવત રેસ્ટોરન્ટ ટેરેસ નોબલ પ્લાઝા ખાતે એક પ્રેસકોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં નિલેશભાઇએ માહિતી આપી હતી ત્યારે નોબલ યુનિ.ના ઉપપ્રમુખ ગીરીશભાઇ કોટેચા મેને.ટ્રસ્ટી વી.પી. ત્રિવેદી સંસ્થાના કો મેને.ટ્રસ્ટી કે.ડી. પંડયા તેમજ કુલપતિ ડો.એચ.એન. ખેર, ડીન ડો.જય તલાટી નોબલ પરિવાર એકલવ્ય પરિવારના ચેતન શાહ, પાર્થ કોટેચા, સિધ્ધાર્થ પંડયા, જતિન મશરૂ સહિતના ઉપસ્થિત રહયા હતા. (તસ્વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
