News of Wednesday, 7th May 2025
ગિરનાર રોપવે ભારે પવનના કારણે ૫માં દિવસે પણ બંધ
હજુ આગામી બે ત્રણ દિવસ સુધી પણ બંધ રહી શકે તેવી સંભાવના

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૭: ગિરનાર રોપવે ભારે પવનના કારણે ૫માં દિવસે પણ બંધ રહેતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.
છેલ્લા ચાર દિવસથી વાતાવરણમાં પલટો આવવાની સાથે પવન પણ સુકાઈ રહ્યો છે. આજે સતત પાંચમા દિવસે પણ ગિરનાર પર્વત પર તોફાની પવન ફૂંકાતા રોપવે સેવા બંધ રાખવાની ફરજ પડી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ હજુ આગામી બે-ત્રણ દિવસ રોપવે બંધ રહેવાની શકયતા છે.
દરમિયાન મંગળવારે જૂનાગઢનું રાત્રી તાપમાન ૨૯ ડિગ્રી નોંધાયા બાદ આજે સવારે લઘુતમ તાપમાન ૨૬.૭ ડિગ્રી રહ્યું હતું. બીજી તરફ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૨ ટકા રહ્યું હતું જ્યારે પવનની ઝડપ વધીને પ્રતિ કલાકની ૧૧.૫ કિલોમીટરની થઈ ગઈ હતી.
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
