News of Wednesday, 7th May 2025
મોરબી પંથકમાં વાતાવરણમાં પલટો : વાદળોની જમાવટ અને ગાજવીજ સાથે ઝરમર વરસાદ : માળિયા (મીં) અને ઘૂંટિયામાં સારો વરસાદ
મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર પવન સાથે વરસાદ શરૂ : વાતાવરણમાં ઠંડક પ્રસરી

પ્રવીણ વ્યાસ, મોરબી: મોરબી જિલ્લામાં આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. મોરબી શહેરમાં વાદળોની જમાવટ થયા બાદ ગાજવીજ સાથે ઝરમર વરસાદ શરૂ થયો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
જ્યારે, મોરબી તાલુકાના માળિયા (મીં) અને ઘૂંટિયા ગામમાં સારો એવો વરસાદ પડ્યાના સમાચાર મળી રહ્યા છે. આ ઉપરાંત, મોરબી તાલુકાના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોરદાર પવન સાથે વરસાદ શરૂ થયો હોવાના અહેવાલ છે.
આ કમોસમી વરસાદથી ખેડૂતોમાં મિશ્ર પ્રતિભાવ જોવા મળી રહ્યો છે. કેટલાક ખેડૂતોને ગરમીથી રાહત મળી છે, તો કેટલાકને પાકને નુકસાન થવાની ચિંતા સતાવી રહી છે. સ્થાનિક હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
(4:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
