તા. ૨3 ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૬ સોમવાર
News of Wednesday, 7th May 2025
જામનગરના ક્રિસ્ટલ મોલમાં ભારતીય સેના અને સ્થાનિક પ્રશાસનની સંયુક્ત મોકડ્રીલ : ૧૦૦ જેટલા ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરાયા
આતંકી હુમલાની પરિસ્થિતિનું નિર્માણ કરી ત્રણેય પાંખ, સિવિલ ડિફેન્સ અને સ્થાનિક તંત્ર દ્વારા સમૂહ કવાયત : જિલ્લા કલેકટર સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા

મુકુંદ બદીયાણી, જામનગર: જામનગરના ક્રિસ્ટલ મોલ ખાતે આજે ભારતીય સૈન્યની ત્રણેય પાંખ (આર્મી, નેવી અને એરફોર્સ) અને સિવિલ ડિફેન્સ તેમજ સ્થાનિક પ્રશાસનના સહયોગથી એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કવાયતનો હેતુ આતંકી હુમલા જેવી કટોકટીની પરિસ્થિતિમાં તાત્કાલિક અને અસરકારક પ્રતિસાદ આપવા માટેની તૈયારીઓનું મૂલ્યાંકન કરવાનો હતો.
મોકડ્રીલ દરમિયાન એવી પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું કે મોલની અંદર અંદાજે ૧૦૦ જેટલા લોકો ફસાયા હોય. આ ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સમૂહ કવાયત દરમિયાન જામનગર-ખંભાળિયા હાઈવે પર થોડા સમય માટે વાહનોની અવરજવર પણ અટકાવી દેવામાં આવી હતી, જેથી કવાયત સુચારુ રીતે સંપન્ન થઈ શકે.
આ મહત્વપૂર્ણ મોકડ્રીલની જાણ થતાં જ જિલ્લા કલેકટર કેતન ઠક્કર, કમિશનર ડી.એન. મોદી અને પોલીસ અધિક્ષક (એસ.પી.) પ્રેમસુખ ડેલૂ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને સમગ્ર કવાયતનું નિરીક્ષણ કર્યું હતું. આ મોકડ્રીલમાં તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ સક્રિયપણે ભાગ લીધો હતો અને પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી હતી. (તસ્વીરો : કિંજલ કારસરીયા, જામનગર)
(5:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
