<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

ભુજમાં અષાઢી માહોલ : ભારે પવન સાથે ધોધમાર વરસાદ ત્રાટક્યો : પોણા કલાકમાં દોઢથી બે ઇંચ પાણી વરસ્યું :જુઓ વિડીયો

શહેરના રસ્તાઓ પર પાણી ભરાતાં વાહનચાલકો મુશ્કેલીમાં : હજુ મોટા ઝાપટાં ચાલુ

વિનોદ ગાલા દ્વારા, ભુજ : કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં આજે મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે ગરમી વચ્ચે ઠંડા પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. માત્ર પોણા કલાકના ટૂંકા ગાળામાં જ દોઢથી બે ઇંચ જેટલો વરસાદ વરસતાં વૈશાખ મહિનામાં અષાઢી માહોલ સર્જાયો હતો.
ભુજમાં વારંવાર જોવા મળતી સમસ્યા મુજબ, ભારે વરસાદના કારણે શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને અનેક જગ્યાએ ખાડાઓના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. મોડી સાંજ સુધી મોટા ઝાપટાઓ સાથે વરસાદ ચાલુ રહેતા લોકોને અવરજવરમાં પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

(7:52 PM IST)