તા. ૨૦ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૨ મંગળવાર
News of Wednesday, 7th May 2025
ભાવનગરમાં બ્લેક આઉટ માટે ૭.૪૫ થી અડધા કલાક માટે બ્લેક આઉટ
શહેર ની સર. ટી .હોસ્પિટલ ખાતે તેમજ નિર્મળનગર, રાધા મંદિર, ડી .એસ.પી.કચેરી, સુભાષનગર સહિતના વિસ્તારમાં ફાયર, પોલીસ સહીતની વાન દ્વારા સાયરન વગાડવામાં આવ્યું: મેઇન બજારના વેપારીઓએ સ્વૈચ્છિક રીતે હવેલી દુકાનો બંધ કરી દીધી

ભાવનગરમાં બ્લેક આઉટ માટે ૭.૪૫ થી અડધા કલાક માટે બ્લેક આઉટ આપવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા 30 મિનિટ માટે બ્લેક આઉટ કરવાની સૂચના અપાઈ હતી. ત્યારે ભાવનગરમાં બ્લેક આઉટને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. શહેર ની સર. ટી .હોસ્પિટલ ખાતે તેમજ નિર્મળનગર, રાધા મંદિર, ડી .એસ.પી.કચેરી, સુભાષનગર સહિતના વિસ્તારમાં ફાયર, પોલીસ સહીતની વાન દ્વારા સાયરન વગાડવામાં આવ્યું હતું. તંત્રની જાહેરાત, સૂચના છતાં શહેરમાં અનેક વિસ્તારમાં લોકો દ્વારા સ્વૈચ્ચિક લાઈટો બંધ કરાઈ હતી. જોકે કેટલાક વિસ્તારમાં લાઈટો યથાવત શરૂ રહી હતી. મેઇન બજારના વેપારીઓએ સ્વૈચ્છિક રીતે હવેલી દુકાનો બંધ કરી દીધી હતી.
(9:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
