News of Thursday, 8th May 2025
કચ્છમાં સુરક્ષા બળો સુસજ્જ : સરહદી ગામોમાં લોકો સાબદા : કંડલા, મુન્દ્રા બંદરે સતર્કતા
ભુજ-કંડલા એરપોર્ટ બંધ : કચ્છ સરહદ ઉપર ભારતીય સેનાના સુરક્ષા બળો કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સુસજ્જ : લશ્કરની ત્રણેય પાંખો સાથે પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર સમન્વય સાધી અને જરૂરી ચાંપતા પગલાં

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૮: ઓપરેશન સિંદૂરની એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન સાથે જોડાયેલી કચ્છ સરહદ ઉપર ભારતીય સેનાના સુરક્ષા બળો કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સુસજ્જ છે. લશ્કરની ત્રણેય પાંખો સાથે પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર સમન્વય સાધી અને જરૂરી ચાંપતા પગલાં ભરી રહ્યું છે. આપત્તિની પરિસ્થિતિમાં સરકારી વિભાગો સાથે સંકલન, સરહદી ગામોના ગામ લોકો સાથે સંવાદ જિલ્લામાં નાગરિક સરંક્ષણની જાગળતિ ઉપરાંત વિવિધ માટે સક્રિય બની ગયું છે. વ્યૂહાત્મક દ્રષ્ટિએ સુરક્ષા માટે મહત્વના એવા સરહદી વિસ્તારના ગામો સતર્ક છે. તંત્ર દ્વારા પણ છેવાડાના ગામો સાથે સંપર્ક જાળવી રખાયો છે.
સરકાર દ્વારા કચ્છમાં સુરક્ષા હેતુસર ભુજ અને કંડલા એરપોર્ટ અચોક્કસ મુદ્દત માટે બંધ કરી દેવાયા છે. દેશના મહત્વના બે મહાબંદરો કંડલા તેમ જ મુન્દ્રા પોર્ટ ઉપર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવાઈ છે.(૨૩.૭)
(11:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
