News of Thursday, 8th May 2025
ટંકારા પંથકમાં માવઠાથી ખાનાખરાબીઃ સોલાર પ્લેટ કાગળની જેમ ૩૦૦ ફૂટ દૂર ફંગોળાઈ
અનેક મહાકાય વૃક્ષો તૂટી પડયાઃ વિજ થાંભલા પણ જમીનદોસ્તઃ ખેતરોમાંથી પણ બહાર નીકળી ગયા

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા.૮: ટંકારા પંથકમાં સાંજે ભારે પવન કરા સાથે માવઠાએ ભારે ખાના ખરાબી સર્જી અનેક મહાકાય વળક્ષ તુટી પડ્યા હતા. મંડપ સોલાર પેનલ ઉડી ગઈ હતી. થોડી વાર અફરાતફરી મચી જવા પામી હતી.
ટંકારા તાલુકામાં ભારે પવન ગાજ વિજ કરા સાથે વરસાદ વરસતાં અનેક વળક્ષોનો સોથ વળી ગયો છે. નેસડા સુરજી ગામ જવાના માર્ગ પર વરસાદ અને પવનના કારણે અનેક વળક્ષો અને વીજળીના પોલ જમીનદોસ્ત થઈ ગયા છે. વીજળીના થાંભલા પડી જતાં મોટું નુકસાન થયું છે અને વીજળી પણ ગુલ થઈ હોવાની માહિતી મળી છે. તો આ તરફ સરાયા ગામ પાસે લતીપર રોડ પર વિશાળકાય વળક્ષ ધરાશાયી થઈ ગયું છે. જેના કારણે વાહન વ્યવહારને અસર પહોંચી છે. ધુનડા ખાનપર રસ્તે મહાકાય વળક્ષ તુટી રસ્તો રોકી દિધો હતો તો ખિજડીયા રોડ ઉપર પણ વુક્ષ ધરાશાયી થતા માર્ગ બંધ થઈ ગયો હતો નેસડા સુરજી ગામે પ્રસંગમા મંડપ ઉડી તુટી ગયા હતા તંત્ર દ્વારા વળક્ષો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તો વિજ પુરવઠો પુર્વવત કરવા પિજીવિસીએલે કવાયત હાથ ધરી હતી. ટંકારાથી આથમણી બાજુના ગામડામાં રિતસર ખેતર સમોણા પાણી નિકળી ગયા હતા. સરાયા પાસે ફેક્ટરી ઉપર સોલાર પેનલ કાગળ માફક ઉડી ટુટી પડી હતી.
ટંકારા તાલુકાના હીરાપર ગામ પાસે આવેલ લેવિટા પોલીપેક ઇન્ડસ્ટ્રીઝમાં ભારે પવનને કારણે સોલારની પ્લેટ કાગળ માફક હવામાં ફંગોળાઈ જતા ભારે નુકસાની થઈ હતી. અતિભારે પવનને લીધે સોલારની પ્લેટો છાપરા પરથી ઉડીને નીચે આવી તેમજ કેટલીક પ્લેટો આશરે ૩૦૦ ફુટ દૂર ફંગોળાઈ ને પડી હતી.
(11:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
