News of Thursday, 8th May 2025
જામકંડોરણામાં બીજે દિ' વધુ એક ઇંચ વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી

(મનસુખભાઈ બાલધા દ્વારા) જામકંડોરણા, તા.૮: જામકંડોરણામાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો હતો જામકંડોરણામાં ગઈકાલે બીજા દિવસે પણ બપોરના સમયે ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો જે ૨૧ મી.મી.વરસાદ નોંધાયો હતો. આ વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને આ કમોસમી વરસાદથી મગ, અડદ, તલ જેવા ઉનાળુ પાકોમાં નુકશાનીની ભિતીથી ખેડૂતોની ચિંંતામાં વધારો થયોછે.
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
