<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

ખંભાળીયા પાસે ત્રિપલ અકસ્‍માતમાં બોલેરો-ટ્રેકટરનો ભુકકોઃ જાનહાની નથી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૮ :.. ખંભાળીયા-ભાણવડ રોડ પર ગઇકાલે રાત્રે ફોટ ગામ પાસે ટ્રીપલ અકસ્‍માત સર્જાયો હતો.

બોલેરો-૭પ, મારૂતિ વેન તથા એક ટ્રેકટર વચ્‍ચે અકસ્‍માત થયો હતો. જેમાં બોલેરો તથા ટ્રેકટરના ભુકકા બોલી ગયા હતા જો કે આ અકસ્‍માતમાં કોઇ જાનહાની થઇ ન હતી.

લોકોને સામાન્‍ય ઇજાઓ થઇ હતી. પોલીસ તંત્ર ઘટના સ્‍થળે પહોંચી ગયું હતું.

(12:54 PM IST)