<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

કમોસમી વરસાદના માવઠાને લઈને ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો : સહાય પેકેજની માંગ

બાગાયતી પાકો સાથે ઉનાળુ વાવેતરમાં પણ ખેડૂતોને રાતે પાણીએ રોવાના વારો આવ્યો : તલ, ચોળી જેવા પાકોમાં પણ કમોસમી વરસાદના કારણે ભયંકર નુકસાન થયું

અમરેલી જિલ્લામાં સતત બે દિવસથી પડતા કમોસમી વરસાદથી અનેક ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ત્યારે પાકોને ભારે નુકસાન થતાં ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે.

પાલનપુર તાલુકાના ગામડાઓમાં કમોસમી વરસાદના કારણે પપૈયા અને બાજરીના પાકોને ભારે નુકસાન થતાં ખેડૂતોને મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ખેડૂતોના પાકો જમીન દોસ્ત થતાં ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. ત્યારે નુકશાનીને લઇ ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે.

ધારી ગીર પંથકમાં મોટાભાગના ગામો ખેતી અને પશુપાલન આધારિત છે. ત્યારે કેરીઓ ઉતારવાના સમયે જ કમોસમી વરસાદ કોપાયમાન બનતા કેરીના પાકને તહસ નહસ કરી નાખ્યો છે. કમોસમી વરસાદના કારણે મોટાભાગના ખેડૂતોના બગીચામાં કેરી જમીન દોસ્ત થઈ ગઈ છે. બાગાયતી પાક કેરીમાં વ્યાપક નુકસાની થઈ છે તેવું ખેડૂત જણાવી રહ્યા છે.

 

બાગાયતી પાકો સાથે ઉનાળુ વાવેતરમાં પણ ખેડૂતોને રાતે પાણીએ રોવાના વારો આવ્યો છે. તલ, ચોળી જેવા પાકોમાં પણ કમોસમી વરસાદના કારણે ભયંકર નુકસાન થયું છે. ખેડૂતોના મુખનો કોળિયો છીનવાઈ ગયો છે. વહીવટી તંત્ર દ્વારા સર્વે કરાવીને સરકાર ખેડૂતો માટે કોઈ રાહત પેકેજ જાહેર કરે તેવી ખેડૂતો હૈયાવરાળ ઠાલવી રહ્યા છે. ત્યારે રાજકીય નેતાઓ પણ મુખ્યમંત્રીને પત્ર પાઠવીને સર્વે કરાવીને સહાય પેકેજ જાહેર કરવાની માંગો કરી છે.

 

કમોસમી વરસાદના માવઠાને લઈને ખેડૂતોના ઉનાળુ પાકોમાં જે નુકસાની થઈ છે. ખેડૂતોને તો જાણે માઠી દશા બેઠી હોય એવું લાગી રહ્યું છે એક સાંધે અને 13 તૂટે તેવી સ્થિતિ ખેડૂતોની થઈ રહી છે, કમોસમી વરસાદના માવઠાને લઈને ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો જાણે છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ જગતના તાત અનુભવી રહ્યા છે, ત્યારે સરકારશ્રી દ્વારા તાત્કાલિક સર્વે કરાવીને ખેડૂતોના વિવિધ પાકમાં જે નુકસાની થઈ છે તેમાં કોઈ સહાય પેકેજની જાહેરાત કરે તો ફરી વખત ખેડૂત બેઠો થઈ શકે. 

(1:26 PM IST)