<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

શ્રી સોમનાથ મંદિરમાં જડબેસલાક સુરક્ષા બંદોબસ્‍ત

ગીર સોમનાથ જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાની આગેવાનીમાં પ્રથમ જયોર્તિલીંગ મંદિરની સુરક્ષામાં વધારો

દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૯: તાજેતરમાં જમ્‍મુ કશ્‍મીર રાજ્‍યના પહેલગામ ખાતે થયેલ આંતકવાદી હુમલો તેમજ ભારતીય સેનાનાં ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ જ્‍યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિર સુરક્ષામાં ગીર સોમનાથ જીલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ એન. જાડેજા  દ્વારા સુરક્ષા વ્‍યવસ્‍થા વધુ મુજબુત બનાવવામાં આવી છે. જેમાં સોમનાથ મંદીર સુરક્ષામાં તૈનાત પોલીસ સ્‍ટાફમાં પણ વધારો કરેલ તેમજ વધુ પોલીસ ઇન્‍સ્‍પેકટર તથા પોલીસ સબ ઇન્‍સ્‍પેકટરની તાત્‍કાલીક અસરથી નિમણુંક કરી સ્‍ટ્રેટેજિક પોઇન્‍ટ પર સુરક્ષામાં વધારો કરી મંદીરની સુરક્ષા વ્‍યવસ્‍થા વધુ સુદ્રઢ કરવામાં આવેલ તેમજ જીલ્લા પોલીસ કંટ્રોલરૂમ ખાતે શીફટ વાઇઝ નવા પોલીસ સબ ઇન્‍સ્‍પેકટરની નિમણુંક કરવામાં આવેલ છે.

સોમનાથ મહાદેવ મંદિર ઝેડ પ્‍લસ સિકયુરિટી સુરક્ષા કવય ધરાવે છે, જેથી સમગ્ર મંદિર પરિસરમાં ત્રિ-સ્‍તરીય સુરક્ષા વ્‍યવસ્‍થા પહેલેથી જ અમલમાં છે. પહેલગામમાં થયેલા આતંકી હુમલા તથા ભારતિય સેનાના ઓપરેશન સિંદુર બાદ મંદિર પરિસર અને આસપાસના તમામ વિસ્‍તારોમાં ડોગ અને બોમ્‍સ સ્‍કવોડની સાથે પોલીસ દ્વારા સોશિયલ મીડિયાની તમામ ગતિવિધિ પર બારીક નજર રાખવામાં આવી રહી છે. સોમનાથ મંદીરે આવતા પ્રત્‍યેક પ્રવાસીઓ અને વાહનોમાં શંકાસ્‍પદ વ્‍યક્‍તિનું સઘન ચેકિંગ થઈ રહ્યું છે. આ સિવાય મંદિરમાં દર્શન કરવા માટે જતા પ્રત્‍યેક પ્રવાસીઓની પણ મહિલા અને પોલીસ કર્મચારીઓ દ્વારા ખૂબ જ બારીકાઈથી તપાસ કરીને મંદિર પરિસરમાં દર્શન કરવા માટે જવા દેવામાં આવે છે.(૨૩.૧૧)

(11:01 AM IST)