<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

ગોસાળ ગામ પાસે ટ્રકમાં સાડાબાર લાખનો દારૂ ઝડપાયો

સાયલા તાલુકામાં સુરેન્‍દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાંચનો દરોડો

વઢવાણ, તા.૯: સુરેન્‍દ્રનગર એલસીબી પોલીને પેટ્રોલિંગમાં દરમિયાન બાતમી મળી હતી કે અમદાવાદથી રાજકોટ દારળ ભરીને ટ્રક જઈ રહી છે. સાયલા તાલુકાના ગોસળ ગામના પાટીયા પાસે દ્વારકાધીશ હોટલ નજીક બંધ બોડીની એક ટ્રકમાં ચોરખાનુ બનાવી અંદર ઇંગ્‍લિશ દારળનો જથ્‍થો ભરેલો છે. તેવી બાતમીવાળા ટ્રકને રોકી તપાસ કરતા અંદરથી વિદેશી દારળ કુલ ૧૬૨૦ બોટલ (કિં.રૂ. ૧૨,૪૦,૯૨૦), એક ટ્રક (કિં.રૂ.૧૦ લાખ), એક મોબાઈલ (કિં.રૂ. ૫૦૦૦) તથા રોકડ રૂ. ૭૯૫૦ મુળી કુલ રૂ. ૨૨,૫૩,૮૭૦ લાખનો મુદ્દામાલ કબજે કરી એક શખ્‍સ રૂપારામ હેમારામ જાટને ઝડપી પાડયો હતો.

એલસીબીની ટીમે ઝડપાયેલી આરોપી રૂપારામ હેમારામ જાટ (રહે.પોખરાસણ ઉમેકી ઢાણી, જિ.બાડમેર) સહિત માલ મોકલનાર, રમેશકુમાર મગારામ જાટ (રહે. પોખરાસણ, જિ,બાડમેર) તથા ટ્રક માલિક એમ કુલ ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં એસએમસીની ટીમે ૪૨ દિવસમાં ત્રણ દરોડા પાડી મોટા પ્રમાણમાં દારૂનું કટિંગ અને ગેરકાયદે કેમિકલ ચોરી ઝડપી પડયું હતું.

(12:10 PM IST)