News of Friday, 9th May 2025
ઉપલેટા મામલતદારે ચાર ટ્રક, રોયલ્ટી વગરની રેતી સહિતનો ૪૫ લાખનો મુદ્દા માલ કબજે કર્યો

(કળષ્ણકાંત ચોટાઈ દ્વારા)ઉપલેટા,તા.૯: પાટણવાવ રોડ પર સમઢીયાળા ગામ પાસે ૧ ટ્રકમાં રોયલ્ટી પાસ વગર ગેરકાયદેસર રીતે સાદી રેતી ખનીજનું વહન કરતા સાદી રેતી ખનીજ અંદાજીત ૧૫ ટન ની અંદાજીત કિંમત રૂ.૭૫,૦૦૦/- તથા ટ્રકની અંદાજીત કિંમત રૂ.૯,૦૦,૦૦૦/- મળી કુલ કિંમત ઈં ૯,૭૫,૦૦૦/- નો મુદ્દામાલ તેમજ સમઢીયાળા - ભીમોરા રોડ પર તલગણા ગામ પાસેથી ૧ ટ્રકમાં રોયલ્ટી પાસ વગર ગેરકાયદેસર રીતે સાદી રેતી ખનીજ અંદાજીત ૧૫ ટન ની અંદાજીત કિંમત રૂ.૭૫,૦૦૦/- તથા ટ્રકની અંદાજીત કિંમત રૂ.૧૩,૦૦,૦૦૦- મળી કુલ કિંમત રૂ. ૧૩,૭૫,૦૦૦/- નો મુદ્દામાલ તેમજ અન્ય ૧ ટ્રક માં રોયલ્ટી પાસ વગર ગેરકાયદેસર રીતે સાદી રેતી ખનીજ અંદાજીત ૧૩ ટન ની અંદાજીત કિંમત રૂ.૬૫,૦૦૦/- તથા ટ્રકની અંદાજીત કિંમત રૂ.૧૧,૦૦,૦૦૦/- મળી કુલ કિંમત રૂ.૧૧,૬૫,૦૦૦/- નો મુદ્દામાલ સીઝ કરી પાટણવાવ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો તેમજ આજરોજ તા.૦૮-૦૫-૨૦૨૫ નાં રોજ રાત્રીનાં ૨૦ કલાકે ઉપલેટા - પાટણવાવ રોડ પર ભાદર નદીના પુલ પાસે ૧ ટ્રક માં રોયલ્ટી પાસ વગર ગેરકાયદેસર રીતે સાદી રેતી ખનીજનું વહન કરતા સાદી રેતી ખનીજ અંદાજીત ૧૩ ટનની અંદાજીત કિંમત રૂ.૬૫,૦૦૦/- તથા ટ્રકની અંદાજીત કિંમત રૂ.૯,૦૦,૦૦૦/- મળી કુલ કિંમતનો મુદામાલ મામલતદારે કબ્જે કર્યો હતો.(૪૦.૨૦)
(2:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
