<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

દ્વારકા જિલ્લાના લોકોની સ્‍વયં શિસ્‍ત પ્રશંસનીયઃ જિલ્લા કલેકટર આર. એમ. તન્‍ના

બ્‍લેક આઉટ જાહેર વગર સ્‍વયંભુ બ્‍લેક-આઉટની સ્‍થિતિ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૯ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકા કે ખંભાળીયા તંત્ર દ્વારા બ્‍લેક આઉટ કરવા કે લાઇટો બંધ કરવા કોઇ સુચના ના હોવા છતાં તંત્ર દ્વારા કોઇ સુચના ના હોવા છતાં સોશ્‍યલ મીડીયા તથા સંદેશાવ્‍યવહાર સાધનોની મદદથી ભારત-પાકિસ્‍તાન યુધ્‍ધની સ્‍થિતિની ગંભીરતા જોઇને લોકો દ્વારા સ્‍વયં શીસ્‍ત દાખવીને બ્‍લેક આઉટ જેવી સ્‍થિતિ જાતે જ રાખવાની બાબતની જિલ્લા કલેકટર આર. એમ. તન્ના દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી.

દ્વારકા જિલ્લામાં તમામ અધિકારીઓને તૈયાર રાખવા તથા કંઇ ઇમરજન્‍સી થાય તો હોસ્‍પિટલથી માંડીને જે કંઇ સંભવિત નુકશાન થાય તે માટે તમામ પ્રકારની તૈયારીઓ સાથે ટીમ તૈયાર હોવાનું જિલ્લા કલેકટરશ્રી તન્નાએ જણાવ્‍યું હતું. તથા ગઇકાલે કેટલાક માધ્‍યમોમાં દ્વારકામાં બ્‍લેક આઉટનો આદેશ હોવાનું પ્રસિધ્‍ધ થયું હતું પણ તંત્ર દ્વારા કયાંય દ્વારકા જિલ્લામાં બ્‍લેક આઉટ જાહેર કરાયો ન હતો નું જણાવ્‍યું હતું. લોકોએ હાલની યુધ્‍ધની સ્‍થિતિની ગંભીરતા જોઇને જાતે જ લાઇટો બંધ રાખવા શરૂ કર્યુ હતું તથા માત્ર દ્વારકાધીશ મંદિરના શીખરની રોશની સલામતીના કારણોસર બંધ કરી હતી.

ગઇકાલે દ્વારકા જિલ્લામાં લોકોમાં ભય અને ફફડાટ ના થાય તે માટે વાહન વ્‍યવહાર પણ ચાલુ રહ્યો હતો. માત્ર રાત્રે કામ વગર રખડતા લોકોને ‘ઘરભેગા' કરવા વ્‍યવસ્‍થા કરાઇ હતી.

રાજયના પાટનગર ગાંધીનગર સાથે સતત સંપર્કમાં રહીને તથા રાજય સરકારની તમામ સુચનાઓના પાલન સાથે દ્વારકા જિલ્લાના તમામ વિભાગના અધિકારીઓ- કર્મચારીઓની ટીમો કોઇપણ બનાવમાં પગલા લેવા સજ્જ હોવાની તેમણે જણાવ્‍યું હતું

(1:58 PM IST)