<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે પોરબંદરના માછીમારોને બંદરે પરત ફરવા સૂચના : કચ્છમાં એલર્ટ

હાલ 1700 જેટલી ફિશિંગ બોટ સમુદ્રમાં ફિશિંગ કરી રહી છ ફિશિંગ કરવા ગયેલ તમામ માછીમારોને પરત ફરવા સરકારે આદેશ કર્યો

નવી દિલ્હી તા.૯ : હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમા પર છે. ગુજરાત પાસે દેશનો સૌથી લાંબો દરિયાકિનારો છે..એવામાં દરિયા કિનારા પર પાકિસ્તાન દ્વારા કોઇ છમકલુ થાય તો તેને પહોંચી વળવા માટે તમામ તૈયારીઓ કરી દેવાઇ છે

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે પોરબંદરના માછીમારોને બંદરે પરત ફરવા સૂચના અપાઈ છે.. હાલ 1700 જેટલી ફિશિંગ બોટ સમુદ્રમાં ફિશિંગ કરી રહી છે. ફિશિંગ કરવા ગયેલ તમામ માછીમારોને પરત ફરવા સરકારે આદેશ કર્યો છે. સુરક્ષાના ભાગરૂપે સરકારે આ નિર્ણય લીધો છે.

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિને લઈને કચ્છમાં એલર્ટ અપાયુ છે.. કચ્છના દરિયાઇ વિસ્તારોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.. માછીમારોને પણ દરિયો ન ખેડવા આદેશ અપાયો છે. માંડવીમાં પણ લોકોને સતર્ક રહેવા સૂચના અપાઇ છે.

દ્વારકામાં પણ દરિયાકિનારે સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઇ છે, અને દરિયામાં થતી દરેક ગતિવિધિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

(4:32 PM IST)