<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

લોકો ગભરાય નહીં, સાવચેત રહે અને સહકાર આપે:કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડાની જાહેર અપીલ : જુઓ વિડિઓ

તણાવભરી પરિસ્થિતિ વચ્ચે સાંસદે કરી જાહેર અપીલ, દેશનું નેતૃત્વ મજબૂત, આપણી સેના સક્ષમ, કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ અંગે જાણ કરો

( વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૦ :  કચ્છમાં આજે સવારે અબડાસા, આદિપુર અને ભુજ નજીક ડ્રોન એટેક કરાયાની ચર્ચા વચ્ચે વહીવટી તંત્ર દ્વારા તકેદારીના તમામ પગલાં ભરાઈ રહ્યા છે. ત્યારે કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ પણ લોકોને જાહેર અપીલ કરી છે. 

         તણાવભરી પરિસ્થિતિ વચ્ચે પોતે ભુજમાં જ છે અને લોકો મારો સંપર્ક કરી શકે છે એવો વિશ્વાસ અપાવતા કચ્છના આ જન પ્રતિનિધિએ લોકોને ગભરાટ નહીં અનુભવવા, સાવચેત રહેવા જણાવ્યું છે.

         દેશનું નેતૃત્વ મજબૂત છે અને આપણી સેના સક્ષમ છે એવું કહેતા સાંસદ વિનોદ ચાવડાએ તંત્રની સૂચનાનું પાલન કરવા અપીલ કરી છે.

(1:58 PM IST)