<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

વિસાવદર વિધાનસભા મતવિસ્‍તારની સંભવિત પેટાચૂંટણી અન્‍વયે ખર્ચની ટીમોની ચૂંટણીલક્ષી તાલીમ યોજાઈ

 જૂનાગઢ,તા. ૧૦ : વિસાવદર વિધાનસભા મતવિસ્‍તારની સંભવિત પેટાચૂંટણી અન્‍વયે  ખર્ચની ટીમોની ચૂંટણીલક્ષી તાલીમ કલેકટર કચેરી ખાતે   યોજાઈ  હતી.

  વિસાવદર વિધાનસભા મતવિસ્‍તાર આગામી યોજાનાર સંભવિત  પેટા ચૂંટણી-૨૦૨૫ અન્‍વયે ખર્ચ નિરીક્ષક ટીમો જેવી કે એફ.એસ.ટી., એસ.એસ.ટી., વી.એસ.ટી., વી વી.ટી., તથા એકાઉન્‍ટિંગ ટીમની ઙ્કથમ મીટીંગ કલેકટર કચેરી ખાતે  યોજાઈ હતી.

આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી  અને કલેકટર, જૂનાગઢની સુચનાનુસાર નોડલ અધિકારી ખર્ચ નિરીક્ષક અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન તળે આસિસ્‍ટન્‍ટ નોડલ અધિકારી  ખર્ચ નિરીક્ષક અને આસી.એકઝામીનર, લોકલ ફંડ, જૂનાગઢ તથા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, જૂનાગઢ દ્વારા તમામ ખર્ચની ટીમોની ચૂંટણીલક્ષી તાલીમ યોજવામાં આવી હતી. (૨૫.૨)

(1:20 PM IST)