News of Saturday, 10th May 2025
જૂનાગઢ સહિત ૧૧ જિલ્લાનાં ૫૮ તાલુકામાં સિંહની વસ્તી ગણતરીનો પ્રારંભ
છેલ્લે ૨૦૨૦માં પૂનઃ અવલોકનના આધારે ૬૭૪ નોંધાયા હતા : ૩૫ હજાર ચો.કિમી. વિસ્તારમાં ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન' પદ્ધતિથી સિંહની ગણતરી શરૂ : આજે મુળુભાઇ બેરા આવશે : કાલે મુકેશભાઇ પટેલ નિરિક્ષણ કરશે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૦ : એશિયાઈ સિંહનો ૧૬મો વસ્તી અંદાજ મેળવવાની કવાયત આજથી શરૂ કરવામાં આવી છે. તા. ૧૩ મે સુધી બે તબક્કામાં સિંહોની ગણતરી કરવામાં આવશે. જેમાં પ્રાથમિક વસ્તી અંદાજ આજે અને આવતીકાલે તેમજ આખરી વસ્તી અંદાજ તા.૧૨ થી ૧૩મેના રોજ હાથ ધરવામાં આવશે.
વસ્તી અંદાજની કામગીરી સિંહ અસ્તિત્વ ધરાવતા રાજ્યના જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, પોરબંદર અને બોટાદ સહિત ૧૧ જિલ્લાના ૫૮ તાલુકાના ૩૫ હજાર ચો.કિમી. વિસ્તારમાં ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન' પદ્ધતિથી કરવામાં આવશે.
પ્રથમ ગણતરી પૂરી થયા બાદ ૨૪ કલાક તમામ ગણતરીદારોને આરામ આપવામાં આવશે. ત્યારબાદ ફરી ૧૨ તારીખ ના રોજ બપોરે ૨વાગ્યા છે તારીખ ૧૩ બપોરે ૨ વાગ્યા સુધી આખરી ગણતરી કરવામાં આવશે. આ તમામ ગણતરીના આંકડા સાસણ સિંહ સદન ખાતે મોકલી ત્યાં એનાલિસિસ કરવામાં આવશે. એનાલિસિસ પૂર્ણ થયા બાદ તમામ ગણતરીની વિગતો સરકારમાં મોકલવામાં આવશે અને સરકાર દ્વારા સત્તાવાર સિહોની કયા વિસ્તારમાં કેટલી વસ્તી છે તેના આંકડા જાહેર કરવામાં આવશે ૧૦ વર્ષ બાદ યોજાનાર સિંહની સત્તાવાર ગણતરી પર સમગ્ર દેશ અને દુનિયાને મિટ મંડાયેલ છે.
રાજ્યમાં સૌપ્રથમ વર્ષ ૧૯૩૬માં સિંહ વસ્તી ગણતરી યોજાઇ હતી. ઙ્કાપ્ત અંદાજિત આંકડા મુજબ વર્ષ ૧૯૯૫માં કરવામાં આવેલી સિંહોની વસ્તી ગણતરીમાં પુખ્ત નર, માદા, પાઠડા-બચ્ચા એમ મળીને કુલ ૩૦૪ જેટલા સિંહ નોંધાયા હતા. તેવી જ રીતે વર્ષ ૨૦૦૧માં કુલ ૩૨૭, વર્ષ ૨૦૦૫માં કુલ ૩૫૯, વર્ષ ૨૦૧૦માં કુલ ૪૧૧, વર્ષ ૨૦૧૫માં કુલ ૫૨૩ નોંધાયા હતા.
છેલ્લે વર્ષ ૨૦૨૦માં ગણતરી કોરોના કારણે બંધ રાખવામાં આવી હતી. જોકે પૂનમ અવલોકનના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. તે મુજબ ૬૭૪ જેટલા સિંહો નોંધાયા હતા.
પ્રવાસન, સાંસ્કળતિક પ્રવળત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાયમેટ ચેન્જના મંત્રી મુળુભાઈ બેરા આજે જૂનાગઢ જિલ્લાના પ્રવાસે છે. બપોરે ૧ કલાકે સિંંહ વસ્તી ગણતરી ૨૦૨૫ અંતર્ગત ફ્લેગઓફ પ્રસંગે સિંહ સદન, સાસણગીર ખાતે ઉપસ્થિત રહેશે.
વન અને પર્યાવરણ,કલાઈમેટ ચેન્જ,જળસંપતિ અને પાણી પુરવઠા રાજય મંત્રીશ્રી મુકેશ તારીખ ૧૧/૫/૨૦૨૫ ના રોજ જૂનાગઢ જિલ્લાના પ્રવાસે પધારનાર છે.મંત્રી શ્રી તારીખ ૧૧/૫/૨૦૨૫ ના રોજ બપોરે ૨ કલાકે સાસણ ખાતે ૧૬મી સિંહ વસ્તી અંદાજ ગણતરીનું નિરીક્ષણ કરશે. (૨૫.૨)
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
