News of Saturday, 10th May 2025
યુદ્ધની પરિસ્થિતિ પર હાલાર વહીવટી તંત્રની ચાંપતી નજર

જામનગર તા.૧૦: જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નિવાસી અધિક કલેક્ટર બી.એન.ખેર, નાયબ મ્યુનિસિપલ કમિશનર ઝાલા, ચીફ ફાયર ઓફિસર કે.કે.બીશ્નોઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાલની યુદ્ધની પરિસ્થિતિ પર સતત ચાંપતી નજર રાખી રહ્યા છે.તેમજ તેઓ દ્વારા પળેપળની માહિતી મેળવીને પરિસ્થિતિનું આકલન કરવામાં આવી રહ્યું છે.
આ અંગે માહિતી આપતા કલેક્ટર શ્રી કેતન ઠક્કરે જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિમાં જિલ્લાના લોકોએ કોઈપણ ઁપ્રકારની ચિંતા કરવાની જરૂર નથી.વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે અને પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે તમામ જરૂરી પગલાં ભરી રહ્યું છે.સાથે જ તેમણે લોકોને કોઈપણ પ્રકારની ખોટી અફવાઓથી ન ભરમાવા તેમજ તંત્ર દ્વારા અપાતી સત્તાવાર માહિતીને અનુસરવા અનુરોધ કર્યો હતો.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર લોકોને શાંતિ અને સલામતી જાળવવા માટે સહકાર આપવા વિનંતી કરે છે. કોઈપણ તાત્કાલિક માહિતી અથવા સહાયતા માટે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ૦૨૮૮-૨૫૫૩૪૦૪ પર સંપર્ક કરી શકાશે.(
(1:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
