<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

લિકવીડ વેચવાના બ્‍હાને ચીલઝડપ કરી લેતા બે બિહારી શખ્‍સો દામનગરમાં ઝબ્‍બે

અમરેલી તા. ૧૦ :..    દામનગર વિસ્‍તારમાં પેટ્રોલીંગ દરમ્‍યાન  બે પરપ્રાંતીય ઇસમોને શંકાસ્‍પદ હાલતમાં પકડી પાડી, સઘન પુછ પરછ કરતા દામનગર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં ચીલ ઝડપના ગુનાની કબુલાત કરતા, દામનગર પોલીસ સ્‍ટેશનનો ચીલ ઝડપનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરવામાં એલ.સી.બી. ટીમને સફળતા મળેલ છે.

જેમાં મોહમદફારૂક મોહમદગજનું રાયન, ઉ.વ.૨૮, રહે.તુલસીપુર ગામ, વોર્ડ નં.૧૧, તા.ખરીદ, જિ.ભાગલપુર (૨) મોહમદઅમજદ મોહમદઇલીમ કુંજરા, ઉ.વ.૨૯, રહે જમુનીયા ગામ, સબ્‍જ ટોલા, થાના પરવત્તા. જિ.ભાગલપુર (બિહાર) હાલ રહે.હાંસી, લાલ સડક રોડ,  જિ.હીસાર (હરીયાણા) પાસેથી રોકડા રૂ.૫૦,૦૦૦/- તથા લિક્‍વિડના પાઉચ નંગ - ૫ કિ. રૂ.૧૦૦/- તથા પાવડરના પાઉચ નંગ - ૧ કિ. રૂ.૫૦/- તથા એક એસિક ભરેલ પ્‍લાસ્‍ટીકની બોટલ કિ. રૂ.૦૦/- તથા એક પ્‍લાસ્‍ટીકની નાની કોલ કિ.રૂ. ૧૦/-તથા પ્‍લાસ્‍ટીકના બાઉલ નંગ - ૪ કિ.રૂ, ૨૦/- તથા એક સ્‍ટીલનો ડબ્‍બો કિ.રૂ.૨૦/- તથા એક વાદલી કલરનું બેગ કિ.રૂ.૧૦૦/- તથા એક યામાહા કંપનીનું એફ.ઝેડ ૧૬ મોડલનું નંબર પ્‍લેટ વગરનું મોટર સાયકલ કિ.રૂ.૨૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૭૫,૩૦૦/- નો મુદ્દામાલ કબ્‍જે કરેલ છે.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતના  માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. વી.એમ.કોલાદરા તથા પો.સ.ઈ.કે.ડી.હડીયા તથા એ.એસ.આઇ. યુવરાજસિંહ રાઠોડ તથા હેડ કોન્‍સ. મનીષભાઈ જાની, તુષારભાઈ પાંચાણી તથા પો.કોન્‍સ. અશોકભાઈ સોલંકી દ્વારા કરવામાં આવેલ છે.

(1:59 PM IST)