<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

દેવભુમી દ્વારકા જીલ્લામાં દિવસ-રાત પેટ્રોલીંગઃ નિતેશ પાંડે

પાકિસ્‍તાન સાથેની યુધ્‍ધની સ્‍થિતિમાં પોલીસવડાની આગેવાનીમાં પોલીસ તંત્ર હાઇએલર્ટ મોડમાં

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૧૦ : હાલ ભારત-પાકિસ્‍તાન વચ્‍ચે સંવેદનશીલ યુધ્‍ધ જેવી સ્‍થિતી છે. તથા બંને દેશો વચ્‍ચે હાલ અવાર નવાર સરહદે છમકલા થઇ રહયા છે ત્‍યારે સરહદી જીલ્લો દ્વારકા હાઇ એલર્ટ મોડમાં હોય ગઇકાલે દ્વારકાની મુલાકાતે જીલ્લા પોલીસ વડા શ્રી નીતેશકુમાર પાંડે ગયા હતા તથા દ્વારકા મંદીર તથા દરીયા કાંઠા તથા અન્‍ય સ્‍થળોની રૂબરૂ મુલાકાત લઇને જાત તપાસ સાથે કરાયેલી વ્‍યવસ્‍થા ચકાસી હતી.

જીલ્લા પોલીસ વડાશ્રી પાંડેએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવેલ કે દ્વારકા જીલ્લો હાલના સમયમાં હાઇ એલર્ટ મોડ પર હોય તથા પાકિસ્‍તાનથી દરીયાઇ માર્ગ નજીક હોય દ્વારકા જીલ્લા પોલીસ દ્વારા ખાસ વ્‍યવસ્‍થાઓ કરવામાં આવી છે.

જીલ્લા કલેકટર

દ્વારા મોનીટરીંગ

દ્વારકા જીલ્લા કલેકટરશ્રી આર.એમ. તન્ના દ્વારા સતત મીટીંગો તથા ટીમોનું મોનીટરીંગ સાથે કામગીરી શરૂ કરી છે.

રાત્રીથી વહેલી સવાર

સુધી કંટ્રોલરૂમ

દિવસ દરમ્‍યાન કંટ્રોલરૂમ ર૪ કલાક ચાલુ હોવાની સાથે તથા ઉપરથી આવતી સુચનાનો તુરત અમલ કરવાની સાથે દ્વારકા જીલ્લા કલેકટર આર.એમ. તન્ના, ડી.ડી.ઓ. શ્રી તથા અધિક નિવાસી કલેકટરશ્રી ભુપેશ જોટાલીયા દ્વારા સતત બેઠકો સાથે જાતે રાત્રીથી વહેલી સવારના પાંચેક વાગ્‍યા સુધી સતત કચેરીમાં ઉપસ્‍થિત રહીને કામગીરી પર દેખરેખ તથા ટીમોનું સંકલન-માર્ગદર્શન આપવામાં આવી રહયું છે.

પેટ્રોલીંગ

જીલ્લા કલેકટરશ્રી આર.એમ.તન્ના દ્વારા ગઇકાલે રાત્રે ૧રાા વાગ્‍યે ખંભાળીયા શહેરના વિવિધ વિસ્‍તારોની મુલાકાત લઇને રાત્રીના શહેરની સ્‍થિતિ અંગે સમીક્ષા કરાઇ હતી.

શકમંદોની તપાસ ખાસ ચેકીંગ

ભારત-પાકિસ્‍તાન વચ્‍ચે સરહદે તંગ સ્‍થિતિના સંદર્ભે દ્વારકા જીલ્લામાં જીલ્લા પોલીસ વડા શ્રી નિતેશકુમાર પાંડે તથા ડીવાયએસપી ડો.હાર્દિક પ્રજાપતિ તથા સાગર રાઠોડના માર્ગદર્શનમાં દ્વારકા જીલ્લાના દરીયાકાંઠાના મરીન પોલીસ મથકોના પોલીસ અધિકારીઓ દ્વારા તેમના વિભાગોમાં ખાસ ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે

(1:33 PM IST)