News of Saturday, 10th May 2025
પોરબંદરની દરિયાઇ સુરક્ષામાં વધારો
એસપી શ્રી ભગીરથસિંહ જાડેજા અને પોલીસ અધિકારીઓ દ્વારા પેટ્રોલિંગ બોટમાં સુરક્ષાનું નિરીક્ષણ કર્યુઃ રાઉન્ડ ધ કલોક સુરક્ષા પેટ્રોલિંગ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૦: ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદીલી ભરી સ્થિતિમાં પોરબંદર અરબી સમુદ્રમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજાની અનેપોલીસ અધિકારીઓ પેટ્રોલિંગ બોટમાં જઇને દરિયાઇ સુરક્ષા અંગે નિરીક્ષણકર્યુ હતું. અરબી સમુદ્રમાં રાઉન્ડ ધ કલોક સુરક્ષા પેટ્રોલીંગ શરૂ કરવામાં આવ્યું છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ તણાવભર્યા વાતાવરણમાં પોરબંદર પોલીસ દ્વારા દરિયાઈ સુરક્ષામાં વધારો કરાયો છે.જિલ્લા પોલીસ વડા શ્રી ભાગીરથસિંહ જાડેજા ,ડી.વાઈ.એસ.પી.શ્રી સુરજીત મહેડું સહિત ના અધિકારીઓ દ્વારા પેટ્રોલિંગ બોટમાં દરિયાઈ સુરક્ષા નું સુપરવિઝન કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
