News of Saturday, 10th May 2025
ભુજમાં હાઇ એલર્ટઃ કચ્છમાં ૬ ડ્રોન તોડી પડાયા બાદ તંત્ર એલર્ટ : બજારો બંધ, લોકોને ઘરમાં રહેવા સૂચના

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૦: પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે આજે ભુજને સતત સાયરન સાથે લોકોને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. આજે ભુજ નજીક પાલારા અને નાગોર પાસે બે ડ્રોન તોડી પાડી ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. તે વચ્ચે તકેદારીના ભાગ રૂપે ભુજને આજે હાઈ એલર્ટ ઉપર રખાયું છે. લોકોને ઘરમાં જ રહેવા સૂચના અપાઈ છે તેમ જ ભુજની બજારો પણ બંધ રખાવાઈ છે. લોકોને સાવચેતી વર્તવાની સૂચના અપાઈ છે.
વર્તમાન પરિસ્થિતિ સંદર્ભે કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જાહેર અપીલ કરી છે.
દરેક નાગરિકો રાત્રે તમામ લાઈટ બંધ રાખીને ૅસ્વયંભૂ સંપૂર્ણ બ્લેકઆઉટૅમાં સહભાગી બને.સ્વયંભૂ સંપૂર્ણ બ્લેકઆઉટૅમાં જોડાઈને નાગરિકોએ બિનજરૂરી ઘરની બહાર નહીં નીકળવા કલેક્ટરશ્રીનો અનુરોધ, ઙ્ગલોકોને તંત્રની સૂચનાઓનું ગંભીરતાથી પાલન કરવા જિલ્લા કલેક્ટર આનંદ પટેલનો અનુરોધ.
નાગરિકોએ કોઈ જ ખોટી અફવાઓથી દોરાઈને ગભરાવવાની જરૂર નથી,સોશિયલ મીડિયામાં કોઈપણ વિવાદીત કે વિસંગત પોસ્ટ નહીં કરવા કચ્છ કલેક્ટરશ્રીનું નાગરિકોને સૂચન,પરિવારના સભ્યોની સુરક્ષા સુનિヘતિ કરવા માટે ઘરની અંદર રહેવા તમામ નાગરિકોને અનુરોધ, કચ્છીજનોએ બિનજરૂરી બહાર નહીં નીકળીને વહીᅠવટીતંત્રને સંપૂર્ણ સહયોગ આપવા જિલ્લા કલેક્ટરશ્રીની અપીલ છે.
જામનગરમાં એરવોરની શકયતા : સાયરન વગાડીને લોકોને ચેતવણી અપાઇ
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ જામનગરમાં આજે બપોરે ર.૩૦ વાગ્યા બાદ સાયરન વાગતા લોકોમાં ચિંતા પ્રસરી ગઇ છે. આ અંગે ફાયર બ્રિગેડના શ્રી બિશ્નોઇ એ જણાવ્યું હતું કે એરફોર્સમાંથી અમને સૂચના આવી છે કે એરવોર થવાની સંભાવના છે. જેથી નાગરિકો સાવધાન રહે તે માટે એરવોરની ચેતવણી માટે સાયરન વગાડવામાં આવ્યું છે. જેથી લોકોને સલામત સ્થળે રહેવા ચેતવણી આપવામાં આવી છે.
(3:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
