<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

જામનગર શહેર - જિલ્લાના લોકોને ઘરમાં રહેવા તાકીદ : સાયરન વાગ્‍યા

 

જામનગર : જામનગરના જિલ્લા કલેકટરે આજે બપોરે જાહેર જોગ અપીલમાં જણાવ્‍યું છે કે, એરફોર્સ તરફથી મળેલી વોર્નિંગને કારણે જામનગર શહેર અને જિલ્લાના લોકોને સુરક્ષીત સ્‍થળોએ રહેવા જણાવવામાં આવે છે આ માટે સાયરન પણ વગાડવામાં આવેલ છે : જિલ્લા કલેકટરે લોકોને વેપાર અને ધંધા બંધ રાખવા અપીલ કરી છે : લોકોને જાહેર સ્‍થળે પણ ન જવા અપીલ કરી છે : કલેકટરે જણાવ્‍યું છે કે, જિલ્લા વહીવટી તંત્ર કોઇપણ પરિસ્‍થિતિના સામના માટે સજ્જ છે

(3:39 PM IST)