<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

જામનગરમાં આજનો બ્લેકઆઉટ રદ્દ : જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરની જાહેરાત : જુઓ વિડીયો

હાલની પરિસ્થિતિ અને નવી સૂચનાઓને ધ્યાને લઈ લેવાયો નિર્ણય : નાગરિકોને સાવચેતી જાળવવા અપીલ

જામનગર : જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે હાલની પરિસ્થિતિ અને નવી સૂચનાઓને ધ્યાનમાં લઈને આજે, તા. ૧૦-૦૫-૨૦૨૫ ના રોજ જામનગરમાં લાગુ કરવામાં આવેલો બ્લેકઆઉટ તાત્કાલિક અસરથી રદ્દ કરવાની જાહેરાત કરી છે. અગાઉ તકેદારીના ભાગરૂપે શહેરભરમાં બપોર બાદથી બ્લેકઆઉટનો આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ હવે પરિસ્થિતિમાં સુધારો થતાં આ નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો છે.
જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે જામનગરના તમામ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ તકેદારીના ભાગરૂપે સાવચેતી અને સલામતી જાળવે. કોઈપણ જરૂર જણાય તો જિલ્લા કંટ્રોલરૂમનો સંપર્ક કરવા પણ તેમણે અનુરોધ કર્યો છે. વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. બ્લેકઆઉટ રદ્દ થવાથી શહેરના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

 

(7:10 PM IST)