News of Saturday, 10th May 2025
ભારત-પાક યુદ્ધવિરામની અસર : દ્વારકા જગત મંદિર સહિત તમામ મંદિરો રાબેતા મુજબ ખુલશે : બ્લેકઆઉટનો આદેશ રદ
વહીવટી તંત્ર દ્વારા દ્વારકા, ઓખા, મીઠાપુર અને બેટ દ્વારકામાં રાત્રિના બ્લેકઆઉટનો નિર્ણય પાછો ખેંચાયો

દીપેશ સામાણી, દ્વારકા : ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત થતાં જ દ્વારકાના યાત્રાધામો અને નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા અગાઉ દ્વારકા, ઓખા, મીઠાપુર અને બેટ દ્વારકામાં રાત્રે ૭ વાગ્યાથી સવાર સુધી સંપૂર્ણ બ્લેકઆઉટ રાખવાનો જે આદેશ આપવામાં આવ્યો હતો, તે હવે રદ કરવામાં આવ્યો છે. આ સાથે જ દ્વારકા જગત મંદિર સહિત તમામ મંદિરો પણ રાબેતા મુજબ તેમના નિત્યક્રમ અનુસાર ભક્તો માટે ખુલ્લા રહેશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિને પગલે સાવચેતીના ભાગરૂપે બ્લેકઆઉટનો આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ યુદ્ધવિરામની જાહેરાત થતાં જ પરિસ્થિતિ સામાન્ય થવાની આશા જાગી છે. જેના પગલે સ્થાનિક વહીવટી તંત્રએ ત્વરિત નિર્ણય લઈને બ્લેકઆઉટના આદેશને પાછો ખેંચી લીધો છે. આ નિર્ણયથી દ્વારકાના રહેવાસીઓ અને અહીં દર્શનાર્થે આવતા ભક્તોને મોટી રાહત મળશે. હવે તેઓ રાત્રિ દરમિયાન સામાન્ય રીતે અવરજવર કરી શકશે અને મંદિરોના દર્શન પણ કરી શકશે. દ્વારકાધીશ મંદિર પણ તેના નિયત સમયપત્રક અનુસાર ખુલ્લું રહેશે, જે લાખો ભક્તો માટે આનંદના સમાચાર છે.
(7:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
