News of Saturday, 10th May 2025
ગોંડલમાં સ્વ. અમિત કેસમાં ન્યાયની માંગ સાથે શ્રદ્ધાંજલિ : ટીમ ગણેશ દ્વારા આયોજન : જુઓ વિડીયો
સમગ્ર શહેર અને સામાજિક સંસ્થાઓએ ત્રણ ખૂણિયા પાસે સ્વ. અમિતને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

(ભાવેશ ભોજાણી દ્વારા) ગોંડલ : ગોંડલ શહેરમાં સ્વ. અમિતના કથિત આપઘાત કેસમાં ન્યાયની માંગણી સાથે આજે સમસ્ત શહેર અને વિવિધ સામાજિક સંસ્થાઓ એકત્ર થઈ હતી. ટીમ ગણેશ ગોંડલ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ત્રણ ખૂણિયા પાસે સ્વ. અમિતને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
લોકોએ સ્વ. અમિતના કેસમાં ત્વરિત અને નિષ્પક્ષ તપાસ થાય તેવી માંગણી કરી હતી, જેથી તેમના પરિવારને ન્યાય મળી શકે. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં શહેરના અગ્રણીઓ અને વિવિધ સમાજના લોકો પણ જોડાયા હતા અને સ્વ. અમિતને યાદ કરીને શોકની લાગણી વ્યક્ત કરી હતી. ટીમ ગણેશે આ કેસમાં ન્યાય માટે તેમનો સંઘર્ષ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
(7:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
