<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

કચ્છમાં આજ રાતનો બ્લેકઆઉટ રદ્દ : જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સહકાર બદલ આભાર વ્યક્ત કરાયો

કચ્છના નાગરિકો, સામાજિક સંસ્થાઓ અને મીડિયાકર્મીઓના સહકાર બદલ કલેક્ટરનો આભાર : રાત્રે બ્લેકઆઉટ નહીં થાય

(વિનોદ ગાલા દ્વારા), ભુજ : કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે ટ્વીટ કરીને માહિતી આપી છે કે આજે રાત્રે કચ્છ જિલ્લામાં બ્લેકઆઉટની જે સૂચના આપવામાં આવી હતી, તેનો હવે અમલ કરવાનો રહેશે નહીં. અગાઉ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને પગલે સાવચેતીના ભાગરૂપે રાત્રિ દરમિયાન બ્લેકઆઉટ રાખવાની સૂચના આપવામાં આવી હતી, જેને હવે રદ્દ કરવામાં આવી છે.
જિલ્લા વહીવટી તંત્રએ કચ્છ જિલ્લાના તમામ ખમીરવંતા નાગરિકો, સામાજિક અગ્રણીઓ, NGO, પદ્દાધિકારીઓ અને મીડિયાકર્મીઓ સહિત તમામ લોકો દ્વારા ખભે ખભો મિલાવીને આપવામાં આવેલા સાથ અને સહકાર બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. કલેક્ટર દ્વારા કરવામાં આવેલી આ જાહેરાતથી જિલ્લાના નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો હશે.

 

(7:32 PM IST)