તા. ૨૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ -૫, રવિવાર
News of Saturday, 10th May 2025
ફાટસરમાં સમૂહ લગ્નોત્સવના મંડપ પર કુદરતનો કહેર : વાવાઝોડા અને વરસાદથી તંબુ ધરાશાયી : ૧૮ નવદંપતીઓના લગ્ન સામે સંકટ : જુઓ વિડીયો
ગુજર ક્ષત્રિય કડિયા સમાજ હાલાર વિભાગના સમૂહલગ્ન ૧૨મી મેના રોજ યોજાવાના હતા : પરંતુ અણધાર્યા વરસાદ અને તોફાની પવનથી આયોજકો ચિંતામાં

ફાટસર (તા. મોરબી), તા. ૧૦ મે: મોરબી તાલુકાના ફાટસર ગામે ગુજર ક્ષત્રિય કડિયા સમાજ હાલાર વિભાગ દ્વારા આગામી તા. ૧૨-૫-૨૦૨૫ ના રોજ ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આજે, તા. ૧૦-૫-૨૦૨૫ ના રોજ સાંજે પાંચ વાગ્યાની આસપાસ અચાનક ધોધમાર બે ઇંચ વરસાદ ત્રાટક્યો હતો. ભારે વરસાદ અને સાથે આવેલા વાવાઝોડાના કારણે લગ્ન માટે બાંધવામાં આવેલો વિશાળ મંડપ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયો હતો અને મંડપમાં પાણી ભરાઈ ગયું હતું.
મંડપ અને ડેકોરેશનને ભારે નુકસાન થતાં આયોજકો ભારે ચિંતામાં મુકાયા છે કે હવે શું કરવું. આ સમૂહ લગ્નમાં ૧૮ જેટલા યુગલો પ્રભુતામાં પગલાં ભરવાના હતા, પરંતુ કુદરતના આ કહેરના કારણે તેમના લગ્ન સામે મોટું સંકટ ઊભું થયું છે. ભારે પવનના કારણે મંડપની સજાવટ પણ વેરવિખેર થઈ ગઈ છે. આયોજકો હાલમાં પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે અને લગ્નોત્સવ નિર્ધારિત તારીખે યોજી શકાય તે માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છે. આ ઘટનાથી ફાટસર ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે અને લોકો આયોજકોને સહાનુભૂતિ દર્શાવી રહ્યા છે.
(7:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
