<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

જામનગરમાં આજે રાત્રે ૧૧ થી સવાર સુધી બ્લેકઆઉટ : જિલ્લા કલેક્ટરની નાગરિકોને પ્રકાશ ટાળવા અપીલ

હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ કલેક્ટર કેતન ઠક્કર દ્વારા સમગ્ર જિલ્લામાં વીજ ઉપકરણો બંધ રાખવા આદેશ

મુકુંદ બદીયાણી, જામનગર : (રાત્રે ૧૦:૨૫): જામનગર જિલ્લામાં પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર દ્વારા આજે, તા. ૧૦-૫-૨૦૨૫ ના રોજ રાત્રે ૧૧:૦૦ કલાકથી આવતીકાલે, તા. ૧૧-૦૫-૨૦૨૫ ના સવારે ૬:૦૦ કલાક સુધી સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે.
આ સમયગાળા દરમિયાન જિલ્લાના તમામ નાગરિકોને તેમના વીજ ઉપકરણો સંપૂર્ણપણે બંધ રાખવા માટે સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, રહેણાંક વિસ્તારો, ઔદ્યોગિક એકમો અને અન્ય તમામ બિલ્ડીંગોમાં જનરેટર, ઇન્વર્ટર જેવા ઉપકરણો તેમજ કોઈપણ પ્રકારના પ્રકાશ ફેલાવતા ઉપકરણોનો ઉપયોગ ન કરવા માટે કલેક્ટર કેતન ઠક્કરે ખાસ અપીલ કરી છે.
જિલ્લા કલેક્ટરે જામનગરના તમામ નાગરિકોને આ બ્લેકઆઉટનો ચુસ્તપણે અમલ કરવા અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી મળતી અન્ય સૂચનાઓનું પણ પાલન કરીને સહકાર આપવા વિનંતી કરી છે.

 

(10:31 PM IST)