News of Sunday, 11th May 2025
મોરબી ખાતે વર્તમાન પરિસ્થિતીને લઈને મોરબીમાં “રક્તદાન મહાદાન” કેમ્પ યોજાયો.
બહોળી સંખ્યામાં દરેક સમાજના માણસોએ બ્લડ ડોનેટ કર્યું

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : સરકારની સૂચના મુજબ દરેક સિવિલ હોસ્પિટલમાં બ્લડનો પૂરતો સ્ટોક રાખવાની સૂચના અનુસંધાને મોરબી મેડિકલ કોલેજ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. બહોળી સંખ્યામાં દરેક સમાજના માણસોએ બ્લડ ડોનેટ કર્યું હતું. આ સમયે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી શહેર ભા.જ.પ. પ્રમુખ રીસીપભાઈ કૈલા, હળવદ શહેર ભા.જ.પ. પ્રમુખશ્રી તપનભાઈ દવે,મારા સાથી મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા તેમજ મોરબી શહેર ભા.જ.પ.ની ટીમ તેમજ દરેક વોર્ડમાંથી કાર્યકર્તા મિત્રો હાજર રહ્યા હોવાનું શહેર ભાજપ મહામંત્રી ભુપતભાઇ જારીયાની યાદીમાં જણાવાયુ છે
(1:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
