તા. ૧૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૯ ગુરૂવાર
News of Sunday, 11th May 2025
અમરેલી જિલ્લામાં અનેક વિસ્તારોમાં સતત છઠ્ઠા દિવસે કમોસમી વરસાદ: ખેડૂતોમાં વધતી ચિંતા
કમોસમી વરસાદને પગલે ખેડૂતોના પાક પર પાણી ફરી વળ્યા: ઉનાળુ પાકને મોટું નુકશાન

અમરેલી પંથકમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોના પાક પર પાણી ફરી વળ્યા છે, ત્યારે ભરઉનાળે માવઠું થતાં ખેડૂતોની ચિંતા વધી છે.
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે, ત્યારે અમરેલી જિલ્લામાં અનેક વિસ્તારોમાં સતત છઠ્ઠા દિવસે કમોસમી વરસાદ થયો છે. જેમાં સાવરકુંડલા શહેર અને આસપાસના વિસ્તારો, બગસરા પંથકમાં સાપર, સુડાવડ ગામ, વડેરા, નાના ભંડારીયા, ચલાલા શહેર સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારો, સાવરકુંડલા શહેર, લાઠી સહિતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ થતાં ખેડૂતોના ઉનાળુ પાકને નુકસાન થયુ હોવાથી મુશ્કેલીમાં મુકાયા છે.
અમરેલી પંથકમાં ભારે કમોસમી વરસાદને પગલે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ભરઉનાળે વરસાદ થતાં ખેડૂતાના પાક પર પાણી ફરી વળ્યા હતા. જ્યારે કેટલાક ખેતરોમાં પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે
(9:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
