News of Monday, 12th May 2025
મિશન નવભારત અને મોરબી શહેર ભાજપ અને મિશન ભારત દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : મિશન નવભારત અને મોરબી શહેર ભાજપ અને મિશન ભારત દ્વારા સરકારની સૂચના અંતર્ગત 2000 રક્તબોટલ એકત્રિત કરવાની મહામુહિમ હેઠળ મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
આ શ્રેષ્ઠ પ્રયાસમાં ઉપસ્થિત રહીને રક્તદાતાઓને પ્રોત્સાહન આપ્યું અને તેમનો આભાર વ્યક્ત કર્યો. જન્મદાતા તો ભગવાન છે, પણ રક્તદાતા જીવનદાતા છે!
આ અવસરે મોરબી શહેર સંગઠનના હોદેદારો, મિશન નવભારતના પદાધિકારીઓ તેમજ આયોજકો અને સહભાગી તમામ રક્તદાતાઓને હ્રદયથી અભિનંદન પઠાવ્યા હતા
(12:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
