News of Monday, 12th May 2025
મોરબી ખાતે યોજાયેલ ફ્રી મેડિકલ કેમ્પનો 100 થી વધારે દર્દીઓએ લાભ લીધો.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : ડો હસ્તલેખા (હસ્તી) બેન મહેતાના ૧૭૮ માં કેમ્પ સૌજન્ય સ્વ.કુમારી અર્ચિતાબેન હેમંતકુમાર રીંડાણી( અમદાવાદ ) ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે માતા નયના બેન તથા પિતા હેમંતકુમાર રીંડાણી દ્વારા બાવા અહેમદશા ની મસ્જિદ,કલિકાપ્લોટ મોરબી માં કરવામાં આવ્યું જેમાં ૧૦૦ જેટલા દર્દીઓ એ લાભ લીધો.દર્દી નું વજન કરી ,ત્રણ દિવસ ની દવા સાથે જરૂરિયાત મુજબ ફ્રી બ્લડ સુગર ટેસ્ટ તેમજ બીપી ચેક કરવામાં આવેલ.સાથે આંખ ની તપાસ સુરેશ ભાઈ કાલરીયા દ્વારા કરવામાં આવી તેમજ જયસુખ ભાઈ ભાલોડીયા દ્વારા સાંધા વા હાથ પગ કમરના દુખાવામાં પોઇન્ટ દ્વારા સારવાર કરવામાં આવેલ. આ કેમ્પને સફળ બનાવવા માટે કાસમ ભાઈ સંધી ,નરેશભાઈ ગોહેલ તેમજ રહેવાસીઓએ જહેમત ઉઠાવી હતી. કેમ્પ સહાયક તરીકે ચંદ્રલેખાબેન મહેતા, રશ્મિનભાઈ દેસાઈ,નિશાબેન દેસાઈ, દર્શન બેન ત્રિવેદી તેમજ કૌશિકાબેન રાવલે સેવા આપેલ.
(12:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
