News of Monday, 12th May 2025
જીલ્લા સહકારી બેંક,જૂનાગઢ દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ અન્વયે ‘સહકારથી સમૃધ્ધિ' સેમીનાર, ભલગામ, ખાતે યોજાયો

જૂનાગઢ, તા.૧૨: જીલ્લા સહકારી બેંક લી., જૂનાગઢ દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ-૨૦૨૫ અન્વયે સહકારથી સમળધ્ધિ સેમીનાર, ભલગામ, (તા. વિસાવદર) ખાતે યોજાયેલ સેમીનારમાં રાજકોટ ડીસ્ટ્રીકટ કો-ઓપ. બેંકના ચેરમેન અને ધારાસભ્ય, જયેશભાઈ રાદડીયા હાજર રહયા હતા. વડાપ્રધાન, નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૨૦૨૫ ના વર્ષને આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ નાનામાં નાનો માણસ સહકારી ક્ષેત્ર સાથે જોડાય અને આર્થિક રીતે સધ્ધર બને તેવો અભિગમ છે. આ અભિગમને સાર્થક કરવા માટે ઘી જૂનાગઢ જીલ્લા સહકારી બેંક દ્વારા નાના અને ગરીબી રેખાથી નીચેના માણસો સ્વરોજગારીથી પોતાનું જીવન નિર્વાહ નિભાવી શકે તે ઉદેશથી ચાર લોકોને (૧) કાળુભાઈ દેવશીભાઈ બાંભવા, મુ. ભલગામ, (૨) શ્રી મનિષભાઈ કરશનભાઈ ગજેરા, મુ. ભલગામ, (૩) ભીખાભાઈ નાથાભાઈ ટોળીયા, મુ. વિસાવદર, (૪) રણજીતભાઈ કાળુભાઈ રાઠોડ, મુ. વિસાવદર, ને નજીવા વ્યાજ દરે રૂા. ૫૦,૦૦૦/ સુધીની લોનના ચેકનું વિતરણ કરવામાં આવેલ હતુ.
બેંકના ચેરમેન, કિરીટભાઈ પટેલે જણાવેલ કે, ‘સહકારથી સમળધ્ધિ'ના સંકલ્પને આપણે સૌ સાથે મળીને આગળ લઈ જવાનો છે. આ બેંક પર સૌપ્રથમ હકક ખેડૂતોનો છે અને ખેડૂતોના સંતાનોને આગળ ઉચ્ચ અભ્યાસ માટે જૂનાગઢ જીલ્લા સહકારી બેંક મદદરૂપ થવાનું આયોજન કરી રહી છે.
ખેડૂતોને ઉપયોગી થવા અનેકવિધ યોજનાઓ ચાલી રહેલ છે. જૂનાગઢનું સહકારીક્ષેત્ર યુવા ચેરમેન, કિરીટભાઈ પટેલના નેતળત્વમાં આગળ વધે છે, તે આનંદની વાત છે. આ સેમીનારમાં જૂનાગઢ-ગીર સોમનાથના સાંસદ, રાજેશભાઈ ચુડાસમા, જૂનાગઢ જીલ્લા પંચાયતના પ્રમુખ, હરેશભાઈ ઠુંમર, જીલ્લા ભાજપ પ્રમુખ, ચંદુભાઈ મકવાણા, જીલ્લા પંચાયતના સદસ્ય, વિપુલભાઈ કાવાણી, માર્કેટીંગ યાર્ડ વિસાવદરના ચેરમેન વિનુભાઈ હપાણી, બેંકના ડીરેકટર કેશુભાઈ આંબલીયા તેમજ જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ અને વિશાળ સંખ્યામાં મંડળીઓના ખેડૂત સભાસદો હાજર રહયા હતા. (રર.૩)
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
