<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

વેરાવળમાં નવમી વખત શ્રી રાંદલ માતાજીનો ૧૦૮ લોટા મહોત્સવ : સર્વ જ્ઞાતિને ભાવભર્યું આમંત્રણ

શ્રી જલ્યાણ ગ્રુપ દ્વારા આયોજિત ભવ્ય ધાર્મિક કાર્યક્રમમાં પૂજા, ગરબા, મહાઆરતી અને ભક્તિ સંગીતનો લાભ લેવા સૌ ધર્મપ્રેમીઓને જાહેર આમંત્રણ

દિપક કક્કડ દ્વારા, વેરાવળ : વેરાવળના આંગણે શ્રી જલ્યાણ ગ્રુપ વેરાવળ-સોમનાથ દ્વારા નવમી વખત ભવ્ય શ્રી રાંદલ માતાજીના ૧૦૮ લોટા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લાની દરેક જ્ઞાતિ અને સમાજના ધર્મપ્રેમી લોકોને સહભાગી થવા માટે ભાવભર્યું જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સર્વે સમાજના લોકો માતાજીના લોટા નોંધાવી શકશે.
આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ મહોત્સવ સમગ્ર જ્ઞાતિ અને સમાજના હિતાર્થે તેમજ ધાર્મિક કાર્યક્રમના ભાગરૂપે યોજાઈ રહ્યો છે.
મહોત્સવના પાવન પ્રસંગો:
 * તા. ૧૩-૫-૨૦૨૫, મંગળવાર:
   * સવારે ૯-૦૦ કલાકે: પૂજા-અર્ચના
   * સવારે ૧૧ થી બપોરે ૨ સુધી: બાળાઓને પ્રસાદ (ગોયણી)
   * સાંજે ૫ કલાકે: માતાજીના ગરબા
   * સાંજે ૭ કલાકે: મહા આરતી દીપમાળા
   * સાંજે ૭-૩૦ થી: ભક્તિ સંગીત
   * સવારે ૯ થી રાત્રીના ૧૧-૦૦ સુધી માતાજીના દર્શન ખુલ્લા રહેશે.
આપના વિસ્તારમાંથી ૧૨ વર્ષ સુધીની બાળાઓને ગોયણી (પ્રસાદ) લેવા મોકલવા અથવા રૂબરૂ સાથે લાવવા માટે હાર્દિક નિમંત્રણ છે. સર્વે સમાજ દ્વારા લોટા નોંધાવવા તથા બાળાઓને પ્રસાદી આપવા ઈચ્છતા યજમાનોએ તા. ૮-૫-૨૦૨૫, ગુરૂવાર સુધીમાં આયોજકોનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
ગીર સોમનાથ જિલ્લાના દરેક સમાજના ધર્મપ્રેમી પરિવારોને આ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહીને લાભ લેવા માટે નમ્ર વિનંતી કરવામાં આવી છે. વેરાવળ-સોમનાથ-ભીડીયા વિસ્તારના દરેક મંદિરના પૂજારીશ્રીઓને પણ ખાસ વિનંતી કરવામાં આવી છે કે તેઓ તેમના વિસ્તારમાંથી દર્શનાર્થે આવતી જાહેર જનતાને આ ધાર્મિક ઉત્સવમાં દર્શન કરવાનો લાભ લેવા માટે આમંત્રણ આપે.
સ્થળ: શ્રી લોહાણા મહાજન વાડી, સટ્ટા બજાર, વેરાવળ
આયોજક: શ્રી જલ્યાણ ગ્રુપ, વેરાવળ-સોમનાથ
વધુ વિગત માટે સંપર્ક:
 * જય આર. રતનધાયરા (ટીકુ) (ટ્રસ્ટી): મો. ૯૨૭૭૨ ૦૫૮૦૬
 * વિપુલભાઈ રાજા (ટ્રસ્ટી): મો. ૯૯૨૪૫ ૫૦૨૦૧
 * જયેશ એન. શીંગાળા: મો. ૯૨૭૭૫ ૫૫૯૮૩
 * શ્રી લોહાણા મહાજન, વેરાવળ: મો. ૯૮૨૪૨ ૯૮૩૩૬
 * ભાવેશ જોબનપુત્રા: મો. ૯૮૯૮૨ ૮૩૮૪૮
 * કીરીટભાઇ વસંત: મો. ૯૯૭૯૨ ૯૮૫૫૨
 * ચંદ્રેશ સેતા: મો. ૯૮૯૮૦ ૪૪૧૧૨
 * કેતનભાઇ મશરૂ: મો. ૯૯૨૪૬ ૯૫૬૪૫
 * સંકેત કક્કડ: મો. ૯૦૩૩૩ ૩૩૩૧૩
 * માધવ કક્કડ: મો. ૭૮૭૮૨ ૭૮૭૮૮
 * ઉષાબેન શીંગાળા

(10:03 AM IST)