<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

વેરાવળ-સોમનાથમાં રાહતદરે ફુલસ્કેપ ચોપડાનું વિતરણ : માત્ર રૂ. ૨૩માં ઉપલબ્ધ

દરેક જ્ઞાતિજનો અને સર્વે સમાજ માટે ગીર સોમનાથ મીડિયા સેન્ટર દ્વારા સસ્તા ભાવે ચોપડા મેળવવાની તક

 

 

દિપક કક્કડ દ્વારા, વેરાવળ : વેરાવળ-સોમનાથ અને સુત્રાપાડા વિસ્તારના દરેક જ્ઞાતિજનો તથા સર્વે સમાજ માટે ગીર સોમનાથ મીડિયા સેન્ટર દ્વારા રાહતદરે ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ ચોપડા બજારમાં મળતા જથ્થાબંધ ભાવ કરતાં પણ ઓછા ભાવે ઉપલબ્ધ છે.
સંચાલક દિપકભાઈ કક્કડના જણાવ્યા અનુસાર, ફુલસ્કેપ ચોપડા (૧૭૬ પેજ) અને ફુલસ્કેપ ચોપડા (૨૦૦ પેજ) બંનેની કિંમત માત્ર રૂ. ૨૩ રાખવામાં આવી છે. આ ઓફર 'વહેલા તે પહેલા'ના ધોરણે ઉપલબ્ધ છે, તેથી જરૂરિયાતમંદ લોકોને તાત્કાલિક લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.
ચોપડા વિતરણના સ્થળ અને સમય:
 * કક્કડ બ્રધર્સ: આનંદધામ કોમ્પલેક્ષ, એસ.ટી. બસ સ્ટેન્ડ, વેરાવળ (દરરોજ સવારે ૧૧ થી ૨ અને સાંજે ૬ થી ૯)
 * ગીર સોમનાથ મીડિયા સેન્ટર: સ્વસ્તિક પ્લાઝા, લીલાવતી ભવન સામે, સોમનાથ (દરરોજ સવારે ૧૧ થી ૨ અને સાંજે ૬ થી ૯)
 * જીતુભાઇ ચંદ્રાણી: વૃંદાવન સોસાયટી, ભાલકા, ભાલપરા (મો. ૮૩૨૦૫૫૨૩૨૨)
શ્રી લોહાણા મહાજન-વેરાવળના પ્રમુખ અને શ્રી જલ્યાણ ગ્રુપ-વેરાવળના ચેરમેન દિપકભાઈ કક્કડે આ પહેલ સર્વે સમાજના લોકોને સસ્તા ભાવે સારી ગુણવત્તાના ચોપડા ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્યથી કરી છે. આથી, વેરાવળ, સોમનાથ અને સુત્રાપાડા વિસ્તારના તમામ લોકોને આ રાહતદરના ચોપડાનો લાભ લેવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવે છે.

(10:06 AM IST)