<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

સમસ્‍ત કોળી સમાજ ગોંડલ શહેર તાલુકા વિભાગની સંકલન બેઠક યોજાઈ

 

ગોંડલઃ મહારાજા સર ભગવતસિંહજી ટાઉનહોલ ખાતે સમસ્‍ત કોળી સમાજ ગોંડલ શહેર તાલુકા વિભાગની સંકલન બેઠક યોજાઈ હતી આ બેઠકમાં અલગ અલગ સંકલન સમિતિની રચના તેમજ ધોરણ ૧૦ માં ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કરી કોળી સમાજનું ગૌરવ વધાર્યું એવાં ધ્રુવી દેલવાડીયાનુ શીલ્‍ડ આપી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. ઠાકોર કોળી વિકાસ નિગમના પૂર્વ ચેરમેન અને માંધાતા ગ્રુપના સ્‍થાપક ભુપતભાઈ ડાભીના અધ્‍યક્ષ સ્‍થાને શહેર તેમજ તાલુકામાં અલગ અલગ વિભાગની સંકલન સમિતિઓ રચી સમાજના ઉત્‍થાન માટે કામ કરશે સંકલન બેઠકમાં દિકરીઓના શિક્ષણ ઉપર ભાર મુકવા તેમજ વ્‍યસન મુક્‍તિ સમાજને સંગઠિત કરવાનું કામ નવનિયુક્‍ત રચના થયેલ કમીટીમા શહેરની જવાબદારી રમેશભાઈ જીવાભાઈ મકવાણા તેમજ તાલુકામાં ગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ચંદુભાઈ ડાભી કામ કરશે સંકલન બેઠકમાં મહેશભાઈ કોળી, રધુભાઈ મેટાળીયા, રમેશભાઈ મકવાણા, ગીરધરભાઈ ઝાલા, રસીકભાઈ મેર, પત્રકાર હરેશ ગણોદીયા, શહેર તેમજ તાલુકાના સરપંચ સભ્‍યો આગેવાનો સહિતના મોટીસંખ્‍યામાં કોળી સમાજ આ સંકલન બેઠકમાં ઉપસ્‍થિત રહ્યા હતાં આગામી સમયમાં શહેર તેમજ તાલુકામાં સંકલન સમિતિની રચના કરવામાં આવશે અને સમાજને સંગઠિત તેમજ શિક્ષણ ઉપર ભાર મુકવામા આવશે તેવું ચંદુભાઈ ડાભીએ જણાવ્‍યું હતું મીટીંગ બાદ જ્ઞાતિ ભોજન પણ રાખવામાં આવ્‍યું હતું સંકલન બેઠકનું સંચાલન મહેશભાઈ કોળીએ કર્યું હતું.

(10:25 AM IST)