<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

હેમાબેન આચાર્ય સાદગી, સૌમ્‍યતા અને ખુમારી સભર જીવન જીવતા'તા

સ્‍વ. સૂર્યકાંતભાઇ અને સ્‍વ. હેમાબેન આચાર્ય દંપતિ એટલે સ્‍વદેશી, સેવા સાદગી, સૌજન્‍ય અને સમર્પણની પ્રતિમુર્તિ : અટલ બિહારી બાજપાઇ કહેતા સૂર્યકાંતભાઈ આચાર્યની હેમાબેન સાથે હૃદય સ્‍પર્શી પારિવારિક ચર્ચા


 

 હું સૂર્યકાંત તને (હેમાબેન આચાર્ય) તથા મેહુલને (પૌત્ર) આજે સત્‍ય પ્રતિજ્ઞા ઉપર જણાવું છું કે મેં જૂનાગઢમાં પૂર્ણ નિષ્ઠા સાથે સંઘ સ્‍વયંસેવક  તરીકે શાખા શરૂ કરી અને આ જ સુધી પૂર્ણ પ્રમાણિકતાથી સ્‍વયંસેવક તરીકે રહ્યો છું અને સ્‍વયંસેવક તરીકે ધર્મ નિભાવ્‍યો છે તેમાં લેશ માત્ર અંગત સ્‍વાર્થનો વિચાર કર્યો નથી અને મેં મારા જીવનમાં આજ સુધી કોઈ અંગત સ્‍વાર્થ સાધ્‍યો નથી અને ...... (જીવનમાં અંતિમ ચરણમાં થયેલી પારિવારિક ચર્ચા ૧૮-૧૧-૨૦૦૯)

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ,તા.૧૨ : સાદગી, સૌમ્‍યતા અને ખુમારી સભર જીવન જીવતા જુના જનસંઘી શ્રીમતી હેમાબેન સૂર્યકાંતભાઈ આચાર્યનો ૯૨ વર્ષે દુઃખ અવસાન થયું છે. આચાર્ય દંપત્તિ એટલે સ્‍વદેશી, સેવા, સાદગી, સૌજન્‍ય અને સમર્પણની પ્રતિમૂર્તિ જે તેમ  પૂર્વ વડાપ્રધાન શ્રી અટલબિહારી બાજપાઈ કહેતા હતા.

 હેમાબેનનો જન્‍મ૧૯-૦૮-૧૯૩૩ બી.એ સુધીનો અભ્‍યાસ જાહેર જીવનના મોભી સાદગી, સોમયતા અને ખુમારી સભર જીવન જીવતા જુના શ્રીમતી હેમાબેન સૂર્યકાંતભાઈ આચાર્યનું દુઃખદ અવસાન .

 સુરેન્‍દ્રનગર જીલ્લાના હળવદ મળકામે થયો હતો તેમના પિતાજી શ્રી જયદેવભાઈ  દવે શાળા અધિકારી હતા. જયા તેમની બદલી થાય તયાં પરિવાર સાથે લઈ જાય આમ અનેક ગામોમાં શિક્ષણ પ્રાપ્ત કરી ૧૯૫૧-૫૨ વિરમગામ થી તેમના પિતાજીની બદલી જૂનાગઢ શાળાધિકારી તરીકે થઈ હેમાબેન પણ ૧૯૫૨ થી ૧૯૫૭ સુધી જૂનાગઢની એ.જી. સ્‍કુલ , ગર્વમેન્‍ટ ગર્લ્‍સ હાઈસ્‍કુલમાં શિક્ષક તરીકે નોકરી કરી નોકરી કરતા કરતા બી.એ. સુધીનું શિક્ષણ પ્રાપ્‍ત કર્યુ.

તેમના પિતાજી શિક્ષણ વિભાગમાં પોતે શિક્ષક - દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના - સમાજ સેવા  કરવા માટે ગ્રામ સેવા કરવી  ‘સરળ અને સહજ જીવન અને શ્રેષ્ઠતમ વિચાર 'એ તેમનુ કાયમનુ જીવન  બની રહયુ.

 ૧૯૫૭ માં શ્રી સુર્યકાંતભાઈ આચાર્ય સાથે તેમના લગ્ન થયા તેઓ એ સમયે ઈન્‍કમટેકસની વકિલાત કરતા હતા લગ્નજીવન પછી ઘર અને સાર્વજનિક જીવન બેવડી જવાબદારી જાળવવાની સૂઝ અને શક્‍તિ કયારથી કેવી રીતે પ્રાપ્ત થઈ તેની ખબર જ ન પડી. બસ પ્રચલતે રહે હમ, કારવા બનતા ગયા.!

આદર્શ દાંપત્‍ય જીવનમાં સક્રિય રહી આમાં બે વિચાર સંસ્‍કારનું મિલન પણ કારણભૂત હતું. હેમાબેન નો પરિવાર ગાંધી વિચારથી રંગાયેલો અને સૂર્યકાંત ભાઈને રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના સંજીવનની  સ્‍પર્શ બંનેનું મિલન ગંગા જમના જેવું ત્‍યાં કોઈ વિવાદ કે  વિક્ષેપ નજરે ન ચડે. હોય તોય ધોવાયને સ્‍વચ્‍છ પવિત્ર થઈ જાય!

અને સંધ -જનસંધના મુખ્‍ય આગેવાન બંન્ને ગાંધી વિચાર તરફ તેમને ઊંડો આદર હતો સંપૂર્ણ ખાદી ધારી જીવનભર રહ્યા હતા જીદગીભર ખાદીને આત્‍મસાત કરી આજીવન ખાદીધાર્રી રહયા  જે નીયમ આજે ૯૨  વર્ષની ઉમંરે પણ જળવાઈ રહયો છે.. હેમાબેન તો સંપૂર્ણપણે શિક્ષણનો જીવ અને તેમની નસે નસમાં ગાંધી વિચાર ,બુનિવાદી કેળવણી અને સર્વ ધર્મ સંભાવ ની ત્રિવેણી ઝળકે.!

 લગ્નના ચાર-છ મહિત્તા દરમ્‍યાન જ જૂનાગઢ નગરપાલિકાની ચૂંટણી આવી. ૧૯૫૮ માં નગરપાલિકાની ચૂંટણી યોજાઈ જેમાં જનસંધના દિપક નિશાન પર કુલ -૬ સીટો જીત્‍યા  અને એક બિનહરીફ સીટ મળી જે નીચે મુજબ હતા. શ્રી હેમાબહેન આચાર્ય , શ્રી નારણદાસ પાઉ, અમળતલાલ ધીયા , શ્રી ગીરધરભાઈ જીવાભાઈ , શ્રી ધોડા સાહેબ, શ્રી ટીનુ કાકા અને શ્રી ટપુભાઈ વાઘેલા  હરીફ ચૂંટાયા હતા.

 ૧૯૫૮ થી ૧૯૭૨ સુધી ગુજરાત જનમસંધની ર્વકિંગ કમિટીના સભ્‍ય રહયા,જેમાં હેમાબહેન સિવાય,વિધા બહેન ગજેન્‍દ્ર ગડકર આમ આખા ગુજરાત માંથી ફકત બે બહેનો જ હતા અને ૧૯૬૯ થી ૧૯૭૧ સુધી ઓલ ઈન્‍ડીયા  જનસંધની ર્વકિંગ કમિટીના ગુજરાતના એક માત્ર મહિલા સભ્‍ય તરીકે કામગીરી કરી  ત્‍યારે દિલ્‍હી, પટણા, જયપુર ,ઈન્‍દોર વિગેરે સ્‍થળોએ દર -૩ માસે બેઠકો મળતી જેમા હાજરી આપતા.

 ૧૯૫૯ માં શાળા સમિતિના ચેરમેન,રેડકોસ સમિતિના ચેરમેન તરીકે ફરજ બજાવી. ૧૯૬૭માં ફરી નગરપાલિકાની ચૂંટણીમાં ૨૫ માંથી ૧૭ ચૂંટાયા હતા અને પૂર્વ કોંગ્રેસ સાંસદ મો.લા.પટેલ ના ધર્મ પત્‍ની કાંતાબેન પટેલ અપક્ષ હતા જેમને ટેકો આપેલ હતો ત્‍યારથી શ્રી હેમાબેન ના મો.લા. પટેલ સાથેના ભાઈ બેન તરીકે સંબંધો રહ્યા. જેને કયારેય પાર્ટીગત કે રાજકીય સીમાઓ નડી ન હતી

જેઆ  ૧૯૬૯ સુધી પ્રમુખ પદે રહ્યા આ બે વર્ષના ગાળા દરમ્‍યાન જંનસધ ના ઓલ ઇન્‍ડિયાના વડા શ્રી પંડિત દિન દયાળજી ઉપાધ્‍યાય જૂનાગઢ રૂબરૂ આવી સૌને બિરદાવ્‍યા હતા. આ સમયગાળા દરમિયાન સૌરાષ્‍ટ્રમાં જુનાગઢ સિવાય માણાવદર બોટાદમાં પણ જનસંધની સ્‍વતંત્ર નગરપાલિકા બની હતી.

 ૧૯૭૫ માં તેઓ જુનાગઢ  વિધાનસભા માં ભારતીય જનસંધના નિશાન પર કોંગ્રેસના ઉમેદવાર વિક્રમકિશોર બુચને હરાવી તે જીત્‍યા. આમ જૂનાગઢ ધારાસભા પર આ પ્રથમ વિજય જનસધ થયો હતું.

 આ ચૂંટણી પ્રચાર દરમ્‍યાન માન. અટલજીની સભા યોજાઈ હતો. ત્‍યારે કોંગીના ઉમેદવાર શ્રી વિક્રમ કિશોર બુચ જેઓ પત્રકાર પણ હતા તેમણે આગ્રહ રાખેલ કે હું આ સભામાં પત્રકાર તરીકે હાજર રહીશ જેનો સ્‍વીકાર કરી તેમને પત્રકાર વ્‍યવસ્‍થામાં બેસાડ્‍યા હતા આવી ખેલદિલી  ત્‍યારે હતી. જેની આજે નોંધ લેવી રહી.

 ૧૯૭૫માં ગુજરાત માં જનતા મોરચાની સંયુક્‍ત સરકાર બની, અને શ્રીમતી હેમાબેન સૂર્યકાંતભાઈ આચાર્યને આરોગ્‍ય વિભાગ બાળ કલ્‍યાણ વિભાગના મંત્રી તરીકે જવાબદારી મળી જે તેમને ફૂલ સારી રીતે નિભાવી અને તત્‍કાલીન સમયે સૌરાષ્‍ટ્રના દરેક જિલ્લામાં મથકો પર માત્ર એક જ સરકારી હોસ્‍પિટલ હોય તેમાં વધુને વધુ સુવિધા ઉપયોગ કરાવી હતી. અને હોસ્‍પિટલ સંચાલન સમિતિ બનાવી રાજકીય સામાજિક કાર્યકરોની નિમણૂક આપી હતી, તેઓએ રાત્રી દરમિયાન વેશપલટો કરી ગામડાના દર્દી બની જામનગરની સરકારી હોસ્‍પિટલમાં જઈ રાત્રે કેવો વ્‍યવહાર દર્દી સાથે થાય છે તેની જાત માહિતી મેળવી બીજા દિવસે સવારે જરૂરી કે યોગ્‍ય સુધારા દાખલ કરાયા તેઓ મંત્રી હતા તે દરમિયાન મચ્‍છુ ડેમ અને મોરબીમાં જળ હોનારતથઈ ત્‍યારે તેઓ દિલ્‍હી બેઠકમાં ગયા હતા ત્‍યાંથી તૂટે રેલવેમાં વડોદરા સુધી અને ચોમાસાનો સમય હોય લીમડી વિસ્‍તારમાં ભોગાવો નદીનું પાણી ફરી વળ્‍યા હોય ટ્રકમાં બેસી મોરબી પહોંચ્‍યા હતા.

મોરબી હોનારત સમયે બાબુભાઈ જસભાઈ પટેલ સરકારનું આખું મંત્રીમંડળ સતત એક માસ મોરબી રોજ ત્‍યાં કાર્ય સંપન્ન કર્યું હતું તેમણે આરોગ્‍ય મંત્રી તરીકે જે કામ કર્યું તે બદલ ઇન્‍ટરનેશનલ રોટરી ક્‍લબ દ્વારા જીનહેરીઝ એવોર્ડ તેમને ઙ્કાપ્ત થયેલ. કહેવાય છે કે દરેક સફળ પુરુષની પાછળ એકસ્ત્રીનો સાથ હોય કે સથિયારો સ્‍વર્ગસ્‍થ સૂર્યકાંતભાઈ ની સફળ જીવન યાત્રામાં તેમના ધર્મપત્‍ની શ્રીમતી હેમાબેન આચાર્યનો પહેલેથી જ સાથ રહ્યો હતો. આમ જાહેર જીવનના એક આદર્શ દંપતિ તરીકે રહ્યા હતા.

  કટોકટી સમયે મીસામાં તેમને નજર કેદ રાખ્‍યા હતા ઓલ ઈન્‍ડીયાની વ્‍યવસ્‍થા મુજબ હેમાબહેન આચાર્ય- -વિદ્યાબેન ગજેન્‍દ્ર્‌ ગડકર - નાથાભાઈ ઝગડા - નરેન્‍દ્રભાઈ મોદી સહિતનાની જવાબદારીઓ હતી તે  દરેક કાર્યકતાના ઘરે જઈને આર્થિક મદદ કરી તે પરિવારોને ટકાવી રાખ્‍યા હતા અને સોરઠના દરેક મીસાવાસીઓને  ભૂજ -ભાવનગર- સાબરમતી - જેલમાં સંમયાતરે રૂબરૂ મળીને બધાના દુઃખ દર્દ જાણી તે દુર કરવા શ્રેષ્‍ઠ પ્રયાસો કર્યા હતા.

 તેમા પરિવાર પર માન. લક્ષ્મણરાવ ઈનામદાર (વકિલ સાહેબ) નટવરસિંહજી વાધેલા- માન.  અટલજી બાજપાઈ - કુશાભાઉ ઠાકરે  સુંદરસિંહજી ભંડારી- રાજમાતા વિજયરાજે સિંધયાજી - કેશુભાઈ પટેલ- હરિસિંહજી ગોહિલ - ચીમનભાઈ શુકલ -  દતો પંતજી નો પુરો તોહ રહયો અને પાછળ થી તેમા અનેક નામો ઉમેરાતા ગયા. અને જુનાગઢ જોવાનું થાય એટલે જો સૂર્યકાંતભાઈની ઘરે ન જવાયું હોય તો કંઈક રહી ગયું હોય તેવો એહસાસ કાર્યકર્તાઓને થતો કારણ કે તેમના ઘરે જવાથી હેમાબેનના હાથના રોટલા અને સૂર્યકાંત ભાઈનો ઠપકો બંને મીઠા લાગતા.

 સૌરાષ્‍ટ્રમાં ૧૯૮૦ પછી થી જનસઘથી ભાજપની યાત્રા દરમ્‍યાન અનેક આંદોલનો થયા અને પાર્ટીએ અનેક સમિતિઓ બનાવી જેમા તેમણે એક મહિલા તરીકે ચાવીરૂપ સ્‍થાપન પર રહી ભરપુર સંધર્ષ કર્યો જરૂર

પડે સૂર્યકાંતભાઈને પણ સાથ આપી તેમની સાથે ઉભા રહયા - નારી સુરક્ષા સમિતિ - ગુંડાગીરી વિરોધી સમિતિ- ભષ્‍ટ્રાચાર વિરોધી સમિતિ- પક્ષ પલ્‍ટા વિરોધી સમિતિ - મા પાર્ટીનું કાર્ય કરીને પક્ષને મજબુત બનાવ્‍યો અનેક આંદોલનોમાં તેમણે હિસ્‍સો લીધો છે. જે પૈકી ૧૯૬૮ માં કચ્‍છ સત્‍યાગ્રહ સમયે ગુજરાતની બહેનોની ટીમનું નેતળત્‍વ તેમણે કરેલ જૂનાગઢ થી એમની આગેવાનીમાં ૧૧ બહેનો ગઈ હતી જેમાં ખાસ કરીને નરસિંહભાઈ પઢિયાર તા ધર્મપત્‍ની જીકુબા પઢિયાર તેમની પાંચ મહિનાની દિકરી ગીતાને લઈને સત્‍યાગ્રહમાં ગયા હતા. અને ત્‍યા ધરપકડ વહોરી હતી. રામજન્‍મ ભૂમિ આંદોલન દરમ્‍યાન પણ બહેનોની ટીમની આગેવાની લઈ કાર સેવા કરી હતી. તેમના સંપૂર્ણ પરિવાર ધાર્મિક ૧૯૫૪ થી સંળગ ચૈત્રી નવરાત્રીમાં રામચરિત માનસનું પઠન -મનન- અનુષ્ઠાન થાય , આચાર્ય દંપતિ હમેશા ગમે ત્‍યા મુસાફરી કરતા હોય તો તેમની માળા સતત ચાલુ જ હોય.

 આચાર્ય દંપતિના એક માત્ર પુત્ર શ્રી ધ્રુવભાઈના જનોઈનો પ્રસંગના આગળના દિવસે રેલ્‍વેની હડતાળ

પ્રસંગે રેલ્‍વે સ્‍ટેશન પર સૂર્યકાંતભાઈ  નારસિંહભાઈ સહિતનાએ સભા સંબોધી જેનો ગુનો દાખલ થયેલો.

જનોઈની વિધી પુરી થઈ અને એજ ક્ષણે પોલીસે સૂર્યકાંતભાઈની આ કિસ્‍સાના સંદર્ભે ઘરપકડ કરી.

 જૂનાગઢ માં અનેક પરિવારો જેવા કે નારસિંહભાઈ પઢીયાર - પ્રભુદાસભાઈ રાંણીગા- રતીભાઈ મસાલાવાળા - મૂનીકુમાર નીર્મળ - રામચંન્‍દ્રભાઈ થારાણી - ચંદુભાઈ દરજી- ગોરધનભાઈ હદવાણી- ગીરધરભાઈ સાધના વાળા - બચુભાઈ અભાણી - મહેશભાઈ અજમેરા - વિનુભાઈ તન્ના - રસિકભાઈ પાંચપાણી - ભરતભાઈ ગાજીપરા- પ્રફુલભાઈ ત્રિવેદી - એડવોકેટ એમ.એન. લાલવાણી - અશોકભાઈ ભટ્ટનું સતત સારા -માઠા પ્રસંગોએ ધ્‍યાન રાખ્‍યુ સામાજીક પ્રવળતિઓમાં પણ તેમનુ ઘણુજ યોગદાન રહયુ.

પૂજય મોરારીબાપુ - પૂજયભાઈશ્રી રમેશભાઈ ઓઝાની સપ્તાહનુ સફળતા પૂર્વક એક થીવધુ વાર આયોજન કર્યું સમગ્ર સૌરાષ્‍ટ્રમાં જૂનાગઢ ખાતે ! સમસ્‍ત બ્રહમ સમાજ કન્‍યા છાત્રાલય નું નિર્માણ કરીને દિકરીઓના ભવિષ્‍યને ઉજજવળ બનાવ્‍યુ. સાદગી- સૌમ્‍યતા અને ખુમારી સભર જીવન જિવતા જૂના જનસંધીશ્રી હેમાબેન આચાર્ય ટી.વી સમાચાર ન્‍યુઝપેપરમાં આવતી નાની મોટી ઘટનાઓની નોંધ લઈને જરૂર પડે સરકાર સંગઠનના લોકોનુ ધ્‍યાન પણ દોરે છે.

સ્‍વર્ગસ્‍થ સૂર્યકાંતભાઈ આચાર્ય સ્‍વર્ગસ્‍થ શ્રીમતી હેમાબેન સૂર્યકાંતભાઈ આચાર્ય, તેમનો પુત્ર ધ્રુવકુમાર તેમના પુત્રવધુ ભાવનાબેન, તેમને  બે સંતાનો પુત્ર મેહુલ અને પુત્રી નાલંદા આવા એક આદર્શ યુગલ સ્‍વર્ગસ્‍થ સૂર્યકાંતભાઈ આચાર્ય તેમજ સ્‍વર્ગસ્‍થહેમાબેન આચાર્ય ભાવભર્યા તોહવંદન સાથે પ્રભુને પ્રાર્થના કે ઇતિહાસ પ્રેમી,સંસ્‍કળતિ પૂજક ધર્મશિષ્ઠ નિતિનિષ્ઠ અને સેવાભાવી યુગલની ખોટ આ દેશને કદી ન પાડજો. 

સંકલન શ્રી જયેશભાઈ સંઘાણી, ૯૪૨૮૨૦૦૫૨૦

શ્રી પંકજભાઈ રાવલ, શ્રી કિરીટભાઈ પાઠક, જુનાગઢ શ્રી યોગેન્‍દ્રસિંહ પઢિયાર,શ્રી અશોકભાઈ ભટ્ટ

(11:37 AM IST)