News of Monday, 12th May 2025
ગોંડલ પોલીસે ઓટો રીક્ષા ચોરીનો ભેદ ઉકેલ્યોઃ પ્રવિણ વાઘેલાની ધરપકડ

તસ્વીરમાં પકડાયેલ શખ્સ ચોરાઉ રીક્ષા સાથે નજરે પડે છે.
રાજકોટ, તા., ૧૨ : ગોંડલ પોલીસે ઓટો રીક્ષા ચોરીનો ભેદ ઉકેલી એક શખ્સને ચોરાઉ રીક્ષા સાથે ઝડપી લીધો હતો.
જીલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ તરફથી મિલ્કત વિરૂધ્ધના ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે ગોંડલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષકએ માર્ગદર્શન તથા સુચના આપેલ હોય. ગોંડલ સીટી પોલીસ સ્ટેશન વિસ્તારના શાક માર્કેટ પાસે, નાગરીક બેંકવાળી શેરીમાંથી એક મોટો રીક્ષા જેના રજી. નં. જીજે-૩-બીએકસ-૪૬૮૪ વાળી કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી ગયાની ફરીયાદ થતા ગોંડલ સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એ.સી.ડામોરની સુચના અને માર્ગદર્શન અન્વયે સર્વેલન્સ સ્કોડએ ચોરી થયેલ ઓટો રીક્ષા સાથે આરોપી પ્રવિણ બાધાભાઇ વાઘેલા રહે. બીલીયાળા ગામ વાળાને ગોંડલ કોટડા સાંગાણી રોડ, સુરેશ્વર ચોકડી પાસેથી પકડી પાડી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ચોરીમાં ગયેલ ઓટો રીક્ષા કિ. રૂા. ૧,૦૦,૦૦૦ની ગણી કબ્જે કરેલ છે.
આ કાર્યવાહી ગ્રામ્ય એલસીબી શાખાના પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા તથા એએસઆઇ જયવીરભાઇ રાણા, પો.હેડ કોન્સ. અનિલભાઇ ગુજરાત તથા ગોંડલ સીટી પોલીસ સ્ટેશના પો.હેડ કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ ગોહીલ, પો.કોન્સ. ક્રિપાલસિંહ ઝાલા, ભાવેશભાઇ સાસીયા, હરેશભાઇ લુણી તથા રણજીતભાઇ બોરડ દ્વારા કરવામાં આવેલ છે
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
