News of Monday, 12th May 2025
ચોટીલાના ભીમગઢમાં સાપ કરડી જવાથી ગોૈરીબેન ધરજીયાનું મોત
મહિલાએ સારવાર દરમિયાન રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૧૨: મે મહિનામાં વગર સીઝને વરસાદનો માહોલ જામતાં જ ઝેરી જનાવરો કરડી જવાના બનાવો વધી ગયા છે. રાજકોટ પંથકમાં શનિવારે આવા બે બનાવમાં સગર્ભા, વૃધ્ધાના મોત થયા હતાં. હવે ચોટીલાના એક મહિલાનું સાપ કરડી જતાં મૃત્યુ થયું છે.
ચોટીલાના ભીમગઢ ગામે રહેતાં ગોૈરીબેન મનસુખભાઇ ધરજીયા (ઉ.વ.૫૦) રવિવારે બપોર બાદ વાડીએ હતાં ત્યારે સાપે દંશ મારી દેતાં કુવાડવા ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇ, ભગીરથસિંહે ચોટીલા પોલીસને જાણ કરી હતી.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
