News of Monday, 12th May 2025
આજથી કચ્છમાં જન જીવન રાબેતા મુજબ: રવિવારે સાયરન શાંત રહી પણ વરસાદી માવઠાની સર્જીકલ સ્ટ્રાઇક :ભારે પવન સાથે અડધોથી ત્રણ ઈંચ વરસાદ
માવઠાએ ખેડૂતો માટે મુશ્કેલી સર્જી : આજે સોમવારે એકંદરે બજારો અને જન જીવન રાબેતા મુજબ - પરિસ્થિતિ ધીરે ધીરે થાળે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૨ : પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે કચ્છમાં ડ્રોન હુમલા અને સાયરનના અવાજ સાથેના હાઇ એલર્ટ વચ્ચે ગઈકાલનો રવિવારનો દિવસ ઉચાટ ભર્યો રહ્યો હતો. લોકોએ રાત્રે સ્વૈચ્છિક બ્લેક આઉટનો અમલ કરી સતર્કતા દર્શાવી હતી તો તંત્ર અને પોલીસ પણ એલર્ટ મોડ ઉપર હતા. જોકે, સરહદી તંગદિલી વચ્ચે માવઠાએ વરસાદી સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી. ભારે પવન સાથે કચ્છના ૬ તાલુકાઓ ભુજ, અંજાર, મુન્દ્રા, માંડવી, ભચાઉ, નખત્રાણા પંથકમાં છૂટો છવાયો અડધો થી ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો.
માવઠાએ ખેડૂતો માટે મુશ્કેલી સર્જી છે. આજે સોમવારે એકંદરે બજારો અને જન જીવન રાબેતા મુજબ છે જે સૂચવે છે કે કચ્છમાં પરિસ્થિતિ ધીરે ધીરે થાળે પડી ગઈ છે.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
