News of Monday, 12th May 2025
ભારતમાં રહીને પાકિસ્તાન તરફી પોસ્ટ મૂકનાર ભુજના યુવાનની ધરપકડ
દેશ વિરોધી, અલગતા વાદી પોસ્ટ, ઉશ્કેરાટ વાળી પોસ્ટ મુકનારાઓની સાયબર હેલ્પલાઈન ઉપર જાણ કરો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૨ : એક બાજુ પાકિસ્તાન દ્વારા પ્રેરિત આતંકવાદમાં કાશ્મીરમાં ભારતીય સહેલાણીઓની ધાર્મિક પૂછપરછ કરી ૨૬ જણાની હત્યાકાંડના બનાવ બાદ ભારતની પાકિસ્તાન ઉપર સર્જિકલ સ્ટ્રાઇક અને ઘર્ષણ ચાલુ છે. બીજી બાજુ આપણા દેશમાં જ રહીને પાકિસ્તાન તરફી પોસ્ટ મુકનારા તત્વો પણ છે. કચ્છ બોર્ડર રેન્જ સાયબર પોલીસે ભુજના તૈયબા ટાઉનશીપ સંજોગ નગરના ૨૬ વર્ષીય અનીસ આબીદઅલી ભાનની સાયબર ક્રાઈમ પોલીસે અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી યુવાને સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના સમર્થનમાં પોસ્ટ મૂકી હતી. ભારતીય સેના દ્વારા 'ઓપરેશન સિંદુર' અંતર્ગત એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી. આ સમયે બંને દેશો વચ્ચેની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સોશિયલ મીડિયા પર દેશવિરોધી પ્રચાર અને ખોટા સમાચારો ફેલાવનારા વ્યક્તિઓ પર નજર રાખવાની સરકાર સૂચના આપવામાં આવી છે.
આ ગુનામાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન કચ્છ બોર્ડર રેન્જ દ્વારા ભારતીય દંડ સંહિતા ૨૦૧૩ ની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કાર્યવાહી પોલીસ ઈન્સ્પેક્ટર એલ.પી. બોડાણા અને કે.એમ. રાઠોડ અને પોલીસ ટીમએ આ કાર્યવાહી કરી હતી. પોલીસે અપીલ કરી છે કે જો કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયા પર દેશવિરોધી કે ખોટા સમાચારો ફેલાવતો જણાય તો તેની માહિતી નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને આપવી.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
