<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

સૌરાષ્‍ટ્રમાં પ્રથમ વખત પોરબંદરમાં રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ સાથે સર્વજ્ઞાતિય ૩પ દીકરીઓના સમૂહ લગ્ન યોજાયાં

કોળી સેવા સમિતિનું પ્રેરણારૂપ આયોજન : જ્ઞાતિ અગ્રણી છગનભાઇ કરગઠિયાના સુપુત્ર ચિ. હિતેશ અને શ્રી ચનાભાઇની સુપુત્રી ચિ. અનિતાએ અનુક્રમે શ્રી કૃષ્‍ણ અને રૂક્ષ્મણીજીની વેશભૂષામાં પ્રભૂતામાં પગલા પાંડયા : એક તરફ રૂક્ષ્મણીજી ફેરા ફરતા હતાં અને સાથે બન્ને બાજુ ૩પ દીકરીઓએ ફેરા લેતા પ્રસંગ ભવ્‍ય ઉત્‍સવમાં ફેરવાયો અર્જુનભાઇ મોઢવાડિયા, બાબુભાઇ બોખીરિયા, વિમલભાઇ ચુડાસમા ઉપસ્‍થિત રહીને નવદંપતીઓ ઉપર આશીર્વાદ વરસાવ્‍યાં કોળી સેવા સમિતિ દ્વારા ભાગવત કથાના રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ ઉજવણી સાથે સર્વ જ્ઞાતિય સમૂહલગ્નું પ્રેરણારૂપ આયોજન


 

પોરબંદર, તા. ૧રઃ કોળી સેવા સમિતિના આયોજકો દ્વારા સૌરાષ્‍ટ્રમાં પ્રથમ કહી શકાય તેવા શ્રીમદ્‌ ભાગવત કથાના આયોજનમાં રૂક્ષ્મણી વિવાહ પ્રસંગની ઉજવણી સાથે સર્વ જ્ઞાતિય ૩પ દીકરીઓના પ્રેરણારૂપ સમૂહ લગ્ન યોજાયા હતા.

કોળી સેવા સમિતીના આયોજકો દ્રારા પ્રેરણારૂપી અને અનેરો તેમજ સૌરાષ્‍ટ્ર-પોરબંદરના ઇતિહાસમાં પ્રથમ વખત સર્વ જ્ઞાતિય શ્રીમદ્દ ભાગવત કથા અને રૂકમણી વિવાહ સાથે સર્વ જ્ઞાતિય ૩૫ દિકરીઓના સમૂહ લગ્નોત્‍સવનું આયોજન સફળતા પુર્વક કરવામાં આવેલ હતું.

આ એક અનેરું પ્રેરણારૂપ આયોજનમાં શ્રી છગનનભાઈ કરગઠીયાના સુપુત્ર ચી. હિતેશ અને શ્રી ચનાભાઈ ખાખસની સુપુત્રી ચી. અનીતા ચનાભાઈ એ રૂકમણી અને શ્રી કળષ્‍ણ સ્‍વરૂપે પ્રભુતાના પગલાં પડયા હતા. શ્રીમદ્દ ભાગવત કથામાં દિકરી અને દિકરાએ શ્રી કળષ્‍ણ-રૂકમણી સ્‍વરૂપે પરણાવીને આ ઙ્કસંગને ભવ્‍ય ઉત્‍સવમાં ફેરવાય ગયો હતો.

એક તરફ રૂકમણીજી ફેરા લેતા હતા અને તેમની બંને બાજુએ ૩પ દિકરીઓ ફેરા ફર્યા હતા. આ પ્રસંગમાં માનવ મહેરામણ સાક્ષી બનીને ભક્‍તિના હિલોરે ચડ્‍યો હતો. પોરબંદરના ઇતિહાસમાં આજના દિવસે ધાર્મિક અને સામાજીક એમ બંને ઉત્‍સવોનું સંયોજન જોવા મળ્‍યું હતું.

રૂકમણી વિવાહ ઉત્‍સવ નિમિત્તે અંદાજે દસેક હજાર લોકોએ ભોજન પ્રસાદીનો નાત જાતના ભેદભાવ વગર લાભ લીધો હતો. આ સફળ પ્રસંગના સાક્ષી બનાવવા બદલ ધન્‍યતા અનુભવીને આયોજકોને આશીર્વાદ પાઠવ્‍યા હતા.

શ્રી કોળી સેવા સમિતિના આમંત્રણને માન આપીને અર્જુનભાઇ મોઢવાડીયા- ધારાસભ્‍યશ્રી, બાબુભાઇ બોખીરીયા-પૂર્વ કેબિનેટ મંત્રી, વિમલભાઈ ચુડાસમા-ધારાસભ્‍ય-ગીર સોમનાથ અને સમાજના અનેક આગેવાનોએ પ્રત્‍યક્ષ હાજર રહીને દિકરીઓને આશીર્વાદ આપ્‍યા હતા.

શ્રી કોળી સેવા સમિતી દ્વારા આ ઉત્‍સવમાં કોઈપણ પ્રકારે સહયોગ આપનાર દરેક સહયોગી અને સહયોગી ગળપો પ્રત્‍યે આભાર પ્રગટ કરીને સ્‍મળતિ ચિન્‍હ આપીને સન્‍માનીત કર્યા હતા.

આ ભગીરથ કાર્યની સફળતાપૂર્વક સંપન્ન થવામાં ભગવાનજી કાનજી ચાવડા-ભગા બાપુ, હિતેશ ચુનીલાલ વાજા, મનોજભાઈ મકવાણા, લાખાભાઈ મોકરીયા, હેમંતભાઈ મોકરીયા, વિરમભાઈ મોકરીયા, દુદાભાઈ બારીયા વગેરે અને સાથે શ્રી કોળી સેવા સમિતી- મહિલા મંડળની બહેનો ભાવનાબેન ચાવડા, પૂજાબેન સોલંકી, વૈશાલીબેન વાજા, સોનલબેન, રીટાબેન મોઢા, ચેતનાબેન શિયાળ, વગેરે બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી. દરેક લોકોએ વ્‍યક્‍તિગત પ્રસંગ મુજબ પોતાની જવાબદારી ગણીને મહેનત કરી હતી.

શ્રી કોળી સેવા સમિતી આ કાર્ય સફળતા માટે મન, વચન અને કર્મથી સહયોગ આપનાર અને પોતાની સ્‍વૈચ્‍છીક જવાબદારી સાથે વ્‍યવસ્‍થા જળવનાર દરેક સમાજના લોકો પ્રત્‍યે આભારની લાગણી દર્શાવી હતી.(૬.૧૦)

 

પરેશ પારેખ

પોરબંદર

(1:38 PM IST)